For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GUJCET 2021 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ, આ રીતે ભરો એપ્લીકેશન ફૉર્મ

ઘણા દિવસોથી ચાલી રહેલી અસમંજસની સ્થિતિ બાદ છેવટે ગુજકેટ 2021 પરીક્ષા લેવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ઘણા દિવસોથી ચાલી રહેલી અસમંજસની સ્થિતિ બાદ છેવટે રાજ્યમાં GUJCET 2021 પરીક્ષા લેવામાં આવી રહી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર આપેલ લેટેસ્ટ પ્રેસ નોટિફિકેશન મુજબ આજે 12.30 P.M.થી GUJCET 2021નુ રજિસ્ટ્રેશન કરી શકાશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા gujcet.gseb.org વેબસાઈટ પર રાજ્ય સ્તરની ડિગ્રી એન્જિનિયરીંગ અને ડિપ્લોમા/ડિગ્રી ફાર્મસીની પ્રવેશ પરીક્ષા અંગેનુ અધિકૃત નોટિફિકેશન મૂકવામાં આવ્યુ છે. આ વેબસાઈટ પરથી રજિસ્ટ્રેશન અને અરજી ફૉર્મ ભરી શકાશે. રજિસ્ટ્રેશન અને અરજી ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2021 રાખવામાં આવી છે.

students

GUJCET 2021નુ રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ-એબીના જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેમણે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. ગુજકેટના આધારે વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા થશે. પરીક્ષા માટે રૂ.300ની ફી ઑનલાઈન ભરવાની રહેશે. એપ્લીકેશન ફૉર્મ ભરવા માટે ઉમેદવાર પાસે યોગ્ય ઈ-મેઈલ આઈડી અને ફોન નંબર હોવો જરૂરી છે. ફૉર્મ ભરવાની આખી પ્રક્રિયા નીચે મુજબ છે.

1. gujcet.gseb.org વેબસાઈટ પર જાવ.
2. અધિકૃત વેબસાઈટના હોમપેજ પર પરીક્ષા માટે અપ્લાય કરવા માટે ન્યૂ રજિસ્ટ્રેશન ક્લીક કરો.
3. રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા માટેની બેઝિક માહિતી જેવી કે નામ, ઈમેલ આઈડી, ફોન નંબર વગેરે ભરો અને પાસવર્ડ જનરેટ કરો.
4. આ સ્ટેજ પર એપ્લીકેશન ફી ભરો.
5. રજિસ્ટર કરેલ ઈમેઈલ-આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઉમેદવાર GUJCET 2021નું એપ્લીકેશન ફૉર્મ ભરી શકશે.
6. માંગ્યા મુજબની બધી વિગતો સાથે એપ્લીકેશન ફૉર્મ ભરો.
7. GUJCET 2021 એપ્લીકેશન ફૉર્મમાં લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહીનો સ્કેન કરેલ ઈમેજ અપલોડ કરો.
8. વિગતોની ચકાસણી કરી એપ્લીકેશન ફૉર્મ સબમિટ કરો. ત્યારબાદ તમને એક એપ્લીકેશન નંબર મળશે.
9. ભવિષ્યમાં રેફરન્સ માટે ભરેલા એપ્લીકેશન ફૉર્મની એક કૉપી ડાઉનલોડ કરી દો.

English summary
GUJCET 2021 application and registration form fill up starts from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X