For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં PUBG પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે મોટું કારણ

અમદાવાદમાં PUBG પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે મોટું કારણ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત સકારે મંગળવારે અમદાવાદમાં એક સર્ક્યુલર જાહેર કરી ઓનલાઈન ગેમ પબજી પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક અધિકારી મુજબ ગુજરાત સ્ટેટ કમીશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સની ભલામણ પર સ્ટેટ પ્રાઈમરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે સર્ક્યુલર જાહેર કર્યું છે. સર્ક્યુલરમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રાથમિક સ્કૂલોમાં આ ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ લાદવા પગલાં ભરે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ જરૂરી હતો. કેમ કે બાળકો આ ગેમના વ્યસની બની રહ્યા હતા જેના કારણે અભ્યાસ પર અસર પડી રહી હતી.

pubg

ગુજરાત ચાઈલ્ડ રાઈટ બૉડીના અધ્યક્ષ જાગૃતિ પાંડ્યાએ જણાવ્યું કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયુક્ત એટલે કે એનસીપીસીઆરે દેશભરમાં આ ગેમ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે આગળ કહ્યું કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયુક્તે તમામ રાજ્યોમાં પત્ર લખી આ ગેમ પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે. આ ઓનલાઈન ગેમના નકારાત્મક પાસાંને જોતા આ ગેમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે આ એક એવી ઓનલાઈન ગેમ છે જેને પગલે કેટલાય વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ બગડતી જોવા મળી છે. આનાથી જોડાયેલ કેટલાય અહેવાલો આવી રહ્યા છે. કેટલીય વખત વિદ્યાર્થીઓ આ ગેમને પગલે બરબાદ થઈ પાગલખાના સુધી પહોંચી ગયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. અગાઉ પણ કેટલીય જગ્યાએ ગેમ પર પ્રતિબંધ લગાવવાની વાત સામે આવી રહી છે. બાળકોમાં ખાસ કરીને આ ગેમ પ્રત્યે વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- પરપ્રાંતિયો પરની હિંસા મામલે મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIR નોંધાશે

English summary
Gujrat government to ban pubg in Ahmadabad schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X