For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરપ્રાંતિયો પરની હિંસા મામલે મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIR નોંધાશે

હિંસા ભડકાવવાના આરોપસર રૂપાણી અને અલ્પેશ વિરુદ્ધ FIR નોંધાશે

|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલા ગુજરાતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલા થયા હતા જે બાદ રાજ્ય સરકાર લોકોના નિશાના પર આવી ગઈ હતી. આ મામલામાં હવે કોર્ટે CM વિજય રૂપાણી અને રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. બિહારના મુઝફ્ફરપુર સ્થિત સ્થાનિક કોર્ટે આ આદેશ આફ્યો છે. કોર્ટે માન્યું કે વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોરે બિહારના પ્રવાસીઓ વિરુદ્ધ હિંસા ભડકાવી હતી.

rupani

સબ ડિવિઝનલ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ સબા આલમે સામાજિક કાર્યકર્તા તમન્ના હામશીની અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે કાંતિ પોલીસ સ્ટેશને આઈપીસીની કલમ 153, 295, 504 અંતર્ગત મામલો નોંધવામાં આવે. ઉલ્લેખનીય છે કે જેવી રીતે ગુજરાતમાં પાછલા વર્ષે એક વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો તે બાદ હિંસા ભડકી ઉઠી હતી.

બિહારના લોકો સાથે થેલ હિંસા બાદ બિહારના લોકોને ગુજરાત છોડી દેવા કહેવામાં આવ્યું હતું અને તેમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આરોપ લગાવવામાં આવ્યો હતો કે અલ્પેશ ઠાકોરના સંગઠને પ્રવાસી બિહારીઓ વિરુદ્ધ હિંસા ભડકાવી હતી. જો કે અલ્પેશે પોતાના પર લાગેલા તમામ આોપો ફગાવી દીધા. પરંતુ હવે કોર્ટના આદેશ બાદ અલ્પેશ ઠાકોર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.

આ પણ વાંચો- 'ગુજરાત નહીં છોડો તો માથાં વાઢીને ટ્રેનથીં બિહાર મોકલશું'

English summary
Court orders to file FIR against Gujarat CM Vijay Rupani and Alpesh Thakore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X