For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુજરાત નહીં છોડો તો માથાં વાઢીને ટ્રેનથીં બિહાર મોકલશું'

ગુજરાતમાં રહેતા બિહારીઓને કોણ ધમકાવી રહ્યું છે?

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સાબરકાંઠાના ઢુંઢરમાં 14 માસની બાળકી સાથે થયેલ દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયોને ધમક મળી રહી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ડરને કારણે અત્યાર સુધીમાં 20 હજારથી વધુ ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને જતા રહ્યા છે. તો બીજી બાજુ ભાજપ સરકારે આ ઘટના પાછળ અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાને જવાબદાર ઠેરવ્યા છે.

બિહારીઓને મળી ધમકી

બિહારીઓને મળી ધમકી

વડોદરા છોડીને પોતાના ઘરે જઈ રહેલા સુશીલે જણાવ્યું કે, 'હું મારા પરિવાર સાથે વડોદરામાં રહેતો હતો. મારે બે નાનાં બાળકો છે. અચાનક એક રાતે કેટલાક લોકો રસ્તા પર અને ગલીઓમાં ભટકતા જોવા મળ્યા. જાણવા મળ્યું તેઓ યુપી અને બિારીઓને શોધી રહ્યા હતા. ડરને કારણે મેં મારા બાળકોને સ્કલે ન જવા દીધા.'

ડરી રહ્યા છે ઉત્તર ભારતીયો

ડરી રહ્યા છે ઉત્તર ભારતીયો

જ્યારે વડોરાની એક ફેક્ટરીમાં કામ કરતા મુકેશે જણાવ્યું કે અમારી ફેક્ટરીમાં લેબર સુપરિટેંડેંટે કહ્યું કે જેટલા પણ ઉત્તર ભારતીયો છે તેઓ કામ છોડીને ચાલ્યા જાય, નહિ તો તેમની સાથે પણ ખોટું થઈ શકે છે. સુપ્રિટેન્ડન્ટના એલાન બાદ તમામ કામદાર એટલા ડરી ગયા કે ઘરે પાછા ચાલ્યા ગયા.

માથાં વાઢવાની ધમકી આપી

માથાં વાઢવાની ધમકી આપી

અમદાવાદથી બિહારના સીવાન ઝાએ જણાવ્યું કે તેઓ પોતાના સાથીઓ સાથે પરત બિહાર જઈ રહ્યા છે. કેટલાક ગુજરાતીઓએ ધમકી આપી કે બિહાર પાછા નહિ ફરે તો તમારા માથાં વાઢીને ટ્રેનથી બિહાર મોકલાવીશું. અમને અમારો જીવ વાલે છે એટલે પાછા ફરી રહ્યા છીએ.

50 હજાર લોકો ગુજરાત છોડીને જતા રહ્યા

50 હજાર લોકો ગુજરાત છોડીને જતા રહ્યા

માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, આણંદ, સાણંદ અને પંચમહાલથી લગભગ 50 હજાર લોકો ગુજરાત છોડીને જતા રહ્યા છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ છઠ્ઠ પૂજાના કારણે માદર વતને જઈ રહ્યા છે.

431ની ધરપકડ

431ની ધરપકડ

જણાવી દઈએ કે ઉત્તર ભારતીયો પર વધી રહેલા હુમલા પર ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 51 કેસ નોંધાયા છે અને 431 લોકોની ધરપકડ થઈ છે.

શું ગુજરાત માટે બોજારૂપ છે યુપી-બિહારના લોકો? શું ગુજરાત માટે બોજારૂપ છે યુપી-બિહારના લોકો?

અલ્પેશ પર લાગ્યો આરોપ

અલ્પેશ પર લાગ્યો આરોપ

મહેસાણામાં 15 કેસ નોંધાયા છે જે અંતર્ગત 89 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પરપ્રાંતિયો વિરુદ્ધ લોકોને ભડકાવવા પાછળ અલ્પેશ ઠાકોરનો મુખય હાથ હોવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું કે આવું કંઈ હશે તો હું રાજીનામું આપી દઈશ.

ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો

English summary
north indians getting threaten, said go or will cut your head.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X