Happy friendship day: જાણો ડૉક્ટર્સે આ રીતે નીભાવી દોસ્તી, મોતના મુખમાંથી બચાવી લાવ્યા મિત્રો - સત્યઘટના
Happy friendship day : બોલીવુડ બ્લોકબસ્ટર થ્રી ઇડિયટ્સ ગીત જાને નહીં દેંગે તુઝે... દ્વારા અમર બનેલી રીલ લોકો આજે એકબજાને શેક કરી મિત્રતા દર્શાવી રહ્યા છે. આવો જ એક રિયલ કિસ્સા વિશે આજે આપણે આ અહેવાલ વિશે જાણીશું.
એવા 3 મિત્રોની મિત્રતા વિશે જાણીશું જેઓએ કોરોના મહામારી દરમિયાન પોતાના મિત્રનો સાથ આપ્યો હતો. સુરત અને અમદાવાદના બે મિત્રોએ બે ડૉક્ટરને બચાવવા માટે આકાશપાતાળ એક કરી નાંખ્યું હતું, અને આ ડૉક્ટર્સ તેમના મિત્રને મોતના મુખમાંથી બચાવી લીધા હતા.

સુરત શહેરમાં રહેતા એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉક્ટર સંકેત મહેતા હોસ્પિટલમાં દાખલ થયાના 96 દિવસ બાદ સ્વસ્થ થયા છે. એક સમય એવો હતો કે, જ્યારે ડૉ મહેતા પોતાની જાતે શ્વાસ લઇ શકતા ન હતા, તેમને શ્વાસ લેવા માટે લાઇફ સપોર્ટ મશીન મારફતે શ્વાસ લેવો પડતો હતો. તેમને પોતે પણ હવે રિકવર થશે તેવી આશા છોડી દીધી હતી.
ડૉ મહેતાના મિત્રો ડૉ જયેશ ઠાકરાલ, ડૉ સંદિપ પટેલ અને ડૉ હિરેન શાહે નક્કી કર્યું હતું કે, જો ડૉ. મહેતાના બચવાની માત્ર 1 ટકા તક પણ હશે, તો તેઓ પોતાના 100 ટકા સાથે મોત સાથે બેહાથ કરીને તેમના મિત્રોને બચાવી લેશે. તેમને ડૉ મહેતાની સારવાર માટે મિત્રોએ સંબંધીઓ સાથે મળીને ક્રાઉડફંડિંગ મારફતે રૂપિયા 80 લાખ અને ડૉક્ટર બિરાદરો પાસેથી 8 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા.
એક સારા ડૉક્ટર તરીકે ડૉ મહેતાએ ઘણા લોકોના દિલ જીતી લીધા હતા, જ્યારે તેમણે કોરોના વોર્ડના આઈસીયુમાં બીજા દર્દીને ઇન્ટ્યુબેટ કરવા માટે કોરોના દર્દી તરીકે ડૉક્ટરે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું આજે જીવતો છું, એ મારા મિત્રોને કારણે છે. જેમને હાર સ્વીકારવાનો ઇન્કાર કરીને મને મોતના મુખમાંથી પરત લઇ આવ્યા છે.
ડૉ. મહેતાના મિત્ર ડૉ. ઠાકરાલ આ વિશે વાત કરતા જણાવે છે કે, તેમના પરિવાર માટે એક મુશ્કેલીભર્યો સમય હતો, પરંતુ અમે તેમને ખાતરી આપી કે, અમે તેમના સારા સ્વસ્થ્ય માટે છેક સુધી લડશું અને બને એટલા જોખમ પણ ખેડીશું. હવે તેમને અમારી જવાબદારી છે.
અમદાવાદમાં ડૉ. પટેલનું મૃત્યુ થયું હતું, પરંતુ તેમના મિત્રોના જણાવ્યા મુજબ તેમને બચાવવા માટે દરેક પ્રયત્નો કર્યા એ વાતનો સંતોષ છે. ડૉ. પટેલ (43) અને તેમનો આખો પરિવાર કોરોનાની બીજી લહેર દરમિયા મે મહિનામાં કોરોના પોઝિટિવ હતો. તેમણે તેમના પિતાને ગુમાવ્યા અને બાદમાં પોતે પણ ગંભીર રીતે કોરોના સંક્રમણમાં સપડાઇ ગયા હતા, તેમના ફેફસાં સંપૂર્ણપણે કાર્ય કરતા બંધ થઇ જતા તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી.
તુષારભાઈ તેમની 10 વર્ષની બાળકી, પત્ની અને પિતા સાથે કોરોના પોઝિટિવ આવ્યા પણ અન્યની સરખામણીએ તેમના પિતાનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું. એકાએક તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું અને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોતાના પિતાની આ સ્થિતિને કારણે ડૉ. તુષાર પટેલ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખી શક્યા હતા. અંતે તેમની સ્થિતિ એટલી હદે કથળી ગઇ હતી કે, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ પટેલે મે મહિનાના અંતમાં એર એમ્બ્યુલન્સની આગળ ચેન્નાઈ જઇને હોસ્પિટલમાં રૂમની વ્યવસ્થા કરી હતી, પણ ડૉ. પટેલના પરિવારને ઘરે પાછા લાવવા માટે તમામ લોજિસ્ટિક્સ અને સપોર્ટની વ્યવસ્થા કરી હતી. જૂનના મધ્યમાં તેમના પિતાના કમનસીબ નિધન બાદ, ડૉ પટેલને તેમનું ક્લિનિક આનંદનગર રોડ પર ભાડે લીધું, જેથી તેમના પરિવારનું ધ્યાન રાખવામાં આવે. ડૉ પટેલે જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય તેમના કોઈ પણ મિત્ર કે, દર્દીને ના કહી નથી. તેમના મિત્રોએ ડૉ. પટેલની સારવાર માટે લગભગ 1 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
પોતાના મિત્રને આ સ્થિતિમાં જોઈ ડૉ. વિસ્મિત જોશીપુરા અને તેમની સાથેના બીજા 4 મિત્રો કે જે આજે વિવિધ વિભાગોમાં કાર્યરત છે. તેમને મિત્રની મદદે આવ્યા હતા. મિત્રની સારવાર માટે મોટા પાયે પૈસાની જરૂર પડતા તેમણે બેચમેટ્સ સાથે સંપર્ક કરી ફંડ ભેગા કરવાનું શરૂ કર્યું હતું.
બેચમેટ્સની સાથોસાથ ડૉ. તુષાર પટેલના એસોસિએશનના સાથીમિત્રો, સિનિયર્સ અને, જુનિયર્સ પણ મદદે આવ્યા હતા. આવા પ્રયાસોથી જ્યારે ડૉ. તુષાર પટેલની તબીયત વધુ ગંભીર થઇ તો તેમને એરલીફ્ટ કરી ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
એક મેડિકલ સ્ટોરના માલિક શૈલેષ પટેલે અને 15 વર્ષથી ડૉ. પટેલના મિત્રએ જણાવ્યું હતું કે, ડૉ. પ્રણવ જોશી અને ડૉ. વિસ્મિત જોશીપુરા જેવા તેમના તમામ બેચમેટ્સ ડૉ. પટેલને મદદ આપવા માટે એકત્ર થયા હતા. અમે ઈમરજન્સી બેડ મેળવવાથી લઈને ભંડોળ એકત્ર કરવા સુધીના તમામ પ્રયત્નો કર્યા હતા.
ડૉક્ટર વિસ્મિત જોશીપુરા આ વિશે જણાવે છે કે, અમે વર્ષ 1994ની બેચમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છીએ. વિદ્યાર્થીકાળમાં બધા એક જ થાળીમાં જમતા હતા. હોસ્ટેલ લાઇફનો સમય ખૂબ જ યાદગાર રહ્યો છે. અભ્યાસ બાદ બધા મિત્રો છૂટા પડ્યા હતા, જે બાદ કોઈ અમેરિકા ગયું તો કોઈ અલગ જિલ્લાઓમાં અને રાજ્યોમાં ગયા હતા. અમે ક્યારેય કોઈને ગુડ મોર્નિંગના મેસેજીસ નથી કરતા, તેમ છતા અમારી મિત્રતા હજૂ અકબંધ છે. જ્યારે ફંડ એકઠુ કરવાની વાત આવી, ત્યારે તમામ મિત્રો દૂર હોવા છતાં ફંડમાં બનતી મદદ કરી હતી.
- Real Friends are Forever...












Click it and Unblock the Notifications
