હાર્દિક પટેલના વધુ 10 કથિત વીડિયો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના બુધવારે 5 કથિત વીડિયો બહાર પડ્યા પછી ગુરુવારે વધુ 10 કથિત વીડિયો સામે આવ્યા છે. હાર્દિક પટેલ એન્ડ ગેંગ નામથી યુટ્યૂબમાં અપલોડ થયેલા આ વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થઇ ચૂક્યા છે. જો કે આ વીડિયો કેટલા સાચા છે કે ખોટા તે વાતની પૃષ્ઠી અમે નથી કરતા. પણ ચોક્કસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ્યાં હાર્દિક એક પછી એક સભાઓ કરી રહ્યો છે ત્યાં જ બીજી તરફ તેના એક પછી એક વીડિયો પણ બહાર આવી રહ્યા છે.

hardik patel

જો કે હાર્દિકે પટેલ હંમેશાથી આ બધા વીડિયો રાજકારણમાં ઇમેજ બગાડવાની એક ટ્રીક તરીકે ઓળખાવતો આવે છે. તો બીજી તરફ યુ ટ્યૂબ દ્વારા આ કથિત વીડિયો વાયરલ કરીને હાર્દિક પટેલની લોકપ્રિયતાને ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે તેના આટલા બધા કથિત વીડિયો વાયરલ થયા હોવા છતાં તેની લોકપ્રિયતા હજી પણ તેવીની તેવી જ છે. અને છેલ્લા થોડા સમયથી તો હાર્દિક પટેલે ખુલ્લે આમ ભાજપને વોટ ન આપવા મામલે લોકોને શપથવિધિ પણ કરાવી રહ્યો છે. વધુમાં તેની સભામાં સ્વયંભૂ આવતી ભીડને જોઇને રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓમાં પણ ચિંતા વ્યાપી છે.

English summary
Hardik Patel : 10 more video came out on the name of Hardik patel.Read more on this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.