
અલ્પેશ કથરીયાને ઓફર અંગેના સવાલ પર હાર્દિક પટેલ ગુસ્સે, કહ્યું- ઓફરો નરેન્દ્ર ભાઇ કરે અમે નહી
પાસના નેતા અલ્પેશ કથરીયા એન્ટ્રોસિટી ગુન્હા હેઠળ છેલ્લા 4 મહિનાથી જેલમાં હતા. હવે અલ્પેશ કથરીયા જેલમાંથી મુક્ત થયા છે. અલ્પેશ કથરીયાએ જણાવ્યું હતુ કે હવે આગામી સમયમાં કેવી રણનીતિ કરવી તે માટે સમાજના આગેવાનો સાથે બેઠક કરી નિર્ણય લેવામાં આવશે. અલ્પેશ કથરીયા જેલમાંથી મુક્ત થતા તેમને મળવા અનેક રાજકીય આગેવાનો અને તેમના સાથી મિત્રો પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને એક સમયે પાસના સર્વે સર્વા રહેલા હાર્દિક પટેલ પણ પહોંચ્યા હતા.
Recommended Video

હાર્દિકે કહ્યું હતું કે અમારો મિત્ર અને સાથીદાર જેલ મુક્ત થતો હોય તેનો સ્વાભાવિક આનંદ છે. જેથી હુ તેમના સ્વાગત માટે ઉપસ્થિત થયો છુ. સમાજના ગરીબો માટે લડાઇ ચલાવનાર દરેકે સાથે મળીને હજુ પણ વધુ લડાઇ લડવાની છે, જે આગામી સમયમાં દેખાશે. અહી હાર્દિક પટેલને અલ્પેશ કથરીયા માટે ઓફર અંગે સવાલ કરતા હાર્દિક પટેલ ગુસ્સે ભરાયા હતા. હાર્દિકે ગુસ્સામાં આ સવાલનો જવાબ આપ્યો હતો કે ઓફરો નરેન્દ્ર ભાઇ કરે અમે નહી. હું ક્યારેય કોઇને પણ દબાણ કરનાર વ્યક્તિ નથી. વ્યક્તિ પોતાના દિલથી નિર્ણય લઇ શકે છે.