'એક શામ શહિદ કે નામ' ને સફળ બનાવવા હાર્દિકે કરી બેઠક

Subscribe to Oneindia News

પાટીદાર આંદોલનને વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી જાગૃત કરવા હાર્દિક પટેલે ફરી કમર કસી લીધી છે. જેના ભાગ રૂપે પાલનપુર તાલુકાના મડાના ગામ ખાતે અનામત જાગૃતિ સભાનું સંબોધન કર્યું હતું. સભામાં પાટીદાર ગામોના આગેવાનો વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભામાં હાર્દિકે હાજર રહેલા લોકોને જણાવ્યું હતું. 26 ઓગસ્ટ પાટણમાં 'એક શામ શહિદ પાટીદાર કે નામ ' નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાંજલી કાર્યક્રમને સફળ બનાવ માટે એડી ચોટીનું જોર લગાવાની પણ વાત કરી હતી.

patel hardik

ઉલ્લેખનીય છે કે, પાટણમાં યોજાનાર સભાને સફળ બનવા માટે હાર્દિક પટેલે 42 કન્વીનારો સાથે બેઠક કરી હતી જેમાં પાટણનાં પ્રગતિ મેદાનમાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી. આ સભામાં બનાસકાંઠા જિલ્લાના 240 ગામના પાટીદાર સાથે ખાટલા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે. આ પહેલા અમદાવામાં કાર્યક્રમ માટે મેદાનની મંજૂરી રદ્દ કરવામાં આવતા પાસના કાર્યક્રમને રદ્દ કરવો પડ્યો હતો. જેમાં ભાજપનાં ઈશારે આ કાર્યક્રમની મંજૂરી રદ્દ કરવામાં આવી હોવાનો આરોપ પણ હાર્દિક પટેલે લગાવ્યો હતો.

English summary
Hardik patel did the meeting to success the program 'Ek Shaam Shahido ke naam'

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.