હાર્દિક પટેલને મળી રહી છે જાનથી મારવાની ધમકી, ફરિયાદ દાખલ

Posted By:
Subscribe to Oneindia News

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ઉદયપુરના પ્રતાપનગર પોલિસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કોઇ વ્યક્તિ પાછલા કેટલાક દિવસથી તેને ફોન અને મેસેજ કરીને ધમકી આપી રહ્યો છે. અને તેને અને તેના પરિવારને નુક્શાન પહોંચાડવાની વાત કરી રહ્યા છે. જે અંગે હાર્દિકે પોલિસને તપાસ કરવાનું કહી ફરિયાદ નોંધાવી છે.

આજે સાંજથી કેજરીવાલની ગુજરાત યાત્રા શરૂ, જાણો આખો કાર્યક્રમ

 Hardik patel get death threat, FIR launched in Udaipur
 Hardik patel get death threat, FIR launched in Udaipur
 Hardik patel get death threat, FIR launched in Udaipur

હાર્દિકે જે ફરિયાદ ઉદયપુરના પોલિસ સ્ટેશનમાં નોંધાવી છે તે મુજબ કોઇ વ્યક્તિ તેને પાછલા કેટલાય દિવસથી ફોન કરીને જાનથી મારવાની ધમકી આપી રહ્યો છે. આ વ્યક્તિ મુંબઇનો છે. અને તેણે ગુજરાતમાં રહેતા હાર્દિક પટેલના પરિવારને પણ હાનિ પહોંચાડવાની વાત ફોનમાં કરી હતી તેવું હાર્દિક પટેલનું કહેવું છે.

 Hardik patel get death threat, FIR launched in Udaipur

હાર્દિકે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિ તેને પાટીદાર આંદોલન બંધ કરવાની વાત કરી રહ્યો છે. અને જો તેણે આમ ના કર્યું તો હાર્દિકે જાન ગુમાવી પડશે તેવી ધમકી આપવામાં આવી છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ તેના પર લાગેલા રાજદ્રોહના કેસ પછી હાઇકોર્ટના આદેશ મુજબ રાજસ્થાનના ઉદેયપુરમાં છે. જ્યાં રહીને તે આ આંદોલન ચલાવી રહ્યો છે.

English summary
Hardik Patel get death threat, FIR launched in Udaipur.
Please Wait while comments are loading...