હાર્દિક પર ફેંકાઇ શાહી, પોતાના વિરોધ પર હાર્દિકે કહ્યું આમ...

Posted By:
Subscribe to Oneindia News

જે રીતે ભાજપ નેતાઓ પર શાહી ફેંકવાની ઘટના બની રહી હતી તે જોતા લાગતું જ હતું કે બહુ જલ્દી જ આવું પાટીદાર કન્વીનર હાર્દિક પટેલ જોડે પણ થશે જ. અને તેવું થયું પણ હાર્દિક પટેલ સાથે જ્યારે તે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદમાં પહોંચ્યો. ગુરુવારે સાંજે એક "અજાણ્યા" યુવકે હાર્દિક પટેલની કાર પર કાળી શાહી ફેંકી. જો કે ગાડીના કાચ બંધ હોવાથી હાર્દિક બચી ગયો. જે બાદ યુવકે કાળા વાવટો ફરકાવવાનો પ્રયાસ કર્યો પણ પાસ કાર્યકરોએ તેનો વાવટો ખૂંચવી લીધો.

poster

નોંધનીય છે કે ગુરુવારે પાસ કન્વીર હાર્દિક પટેલ કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી. તે પહેલા જ શહેર ભરમાં અનેક જગ્યાએ હાર્દિક પટેલ ગો-બેકના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
હાર્દિક પટેલનો વિરોધ
હંમેશા મારો સમાજ મારી સાથે કહેનાર હાર્દિક પટેલનો ગુરુવારે શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એટલું જ નહીં શહેર ભરમાં તેના આગમન પહેલા જ ગો બેક હાર્દિક પટેલના પોસ્ટર લગાવવામાં આવ્યા. જેમાં તેને "અસમાજિક તત્વ" કહેવામાં આવ્યો. અને આ પોસ્ટર કરમસદના નગરજનો દ્વારા લગાવવામાં આવ્યો છે તેવું પોસ્ટરમાં લખવામાં આવ્યું છે.

hardik patel

મહિલાઓએ કર્યો વિરોધ
એટલું જ નહીં મહિલાઓ દ્વારા પર રસ્તામાં પોસ્ટર લગાવીને હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હાર્દિક પટેલે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી. અને તેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ કરી હતી.
હાર્દિક પટેલ
જો કે પોતાના વિરોધ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે આ ભાજપના નિષ્ફળ પ્રયાસો છે. ત્યારે સવાલ તે પણ થાય છે કે આ ભાજપના નિષ્ફળ પ્રયાસો છે કે હાર્દિક પટેલની ઘટતી લોકપ્રિયતા? આમ પણ ગુજરાતમાં હાલ નવા નવા યુવા નેતાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. ગુરુવારે જ ગૃહ મંત્રી પર જીતું ફેંકવાના કારણે ગોપાલ ઇટાલિયા નામનો યુવક પણ થોડી વાર માટે લાઇમ લાઇટમાં આવી ગયો હતો.

English summary
Hardik Patel go back poster says more than words. Read here more.
Please Wait while comments are loading...