હાર્દિક પટેલ 24 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં, પ્રિયંકાએ સાધ્યુ ભાજપ પર નિશાન

હાર્દિક પટેલની ધરપકડ વિશે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

હાર્દિક પટેલની ધરપકડ વિશે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યુ, યુવાનોના રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનાર યુવાન હાર્દિક પટેલજીને ભાજપ વારંવાર હેરાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો, તેમના માટે નોકરીઓ માંગી, છાત્રવૃત્તિ માંગી, ખેડૂત આંદોલન કર્યુ. ભાજપ આને 'દેશદ્રોહ' કહી રહી છે.

priyanka gandhi

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદમાં જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત સમર્થક રેલી થઈ હતી. રેલી બાદ રાજ્યના ઘણા શહેરોમાં તોડફોડ અને હિંસા થઈ હતી. ક્રાઈમ બ્રાંચે એ વર્ષે ઓક્ટોબરમાં હાર્દિક પટેલ તેમજ અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. પોલિસે પોતાની ચાર્જશીટમાં હાર્દિક અને તેમના અમુક સહયોગીઓ પર આરોપ લગાવ્યો કે તેમણે રાજ્યમાં હિંસા ફેલાવવાનુ અને ચૂંટાઈ આવેલી સરકારને પાડવાનુ ષડયંત્ર રચ્યુ હતુ.

આ કેસમાં હાર્દિક પટેલને નીચલી અદાલતમાં હાજર થવાનુ હતુ પરંતુ તે કોર્ટમાં હાજર ન થયા. હાર્દિક સામે વોરન્ટ જારી કરવામાં આવ્યુ હતુ. શનિવારે ગુજરાતના અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાથી હાર્દિકની ધરપકડ કરવામાં આવી. અદાલતમાં આજે હાજર કર્યા બાદ તેમને 24 જાન્યુઆરી સુધી માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X