For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને આજે શરમ આવે છે કે હું ગુજરાતી છું : હાર્દિક પટેલ

રાજકોટમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે યોજી મહાક્રાંતિ સભા. જેમાં મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી. જાણો આ સભા અંગી બઘુ જ અહીં.

|
Google Oneindia Gujarati News

વિજય રૂપાણીના શહેર રાજકોટમાં પાટીદાર અનામત અંદોલનના નેતા હાર્દિક પટેલે આજે એક વિશાળ સભા યોજી હતી. રાજકોટના નાના મૌવા સર્કલ પર હાર્દિક પટેલની આ સભા યોજાઇ હતી. જેમાં હાજરી આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાય હતા. અમદાવાદમાં હાર્દિક પટેલ અને પાસની પહેલી જનસભા બાદ રાજકોટની આ મહાક્રાંતિ સભાને અત્યાર સુધીની પાટીદારોની બીજી મોટી સભા માનવામાં આવી રહી છે. અને આ માટે રાજકોટમાં પહેલાથી જ બેનરો અને પ્રચારની તાજવીજ કરવામાં આવી હતી. સાથે જ હાર્દિકે પણ મોટી સંખ્યામાં લોકોને આ સભામાં હાજર રહેવા મામલે વીડિયો રજૂ કરી અપીલ કરી હતી.

hardik patel

રાજકીય રીતે પણ હાર્દિક પટેલની આ સભા ખૂબ જ મહત્વની છે. કારણ કે આ સભા ગુજરાતના સીએમ વિજય રૂપાણીના શહેર રાજકોટમાં પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે કરવામાં આવી છે. અને એક રીતે આ સભાને હાર્દિક પટેલનું શક્તિ પ્રદર્શન કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હાર્દિક પટેલ આ મંજૂરી ના મળેલી સભામાં કેવા કેવા મુદ્દા ઉઠાવ્યા તે અંગે વિગતવાર જાણો અહીં.

નરેન્દ્ર મોદી પર ટિપ્પણી

અમે કોઇ તેવી વ્યવસ્થા નથી કરી કે બસો લઇને આવ્યા છે. અમે ક્યાં તેવું નથી કહ્યું કે અમે ખાવાનું આપીશું તમે છતાં આટલી મોટી સંખ્યામાં તમે માટે આભાર કહીને હાર્દિક પટેલે તેની સભાની શરૂઆત કરી હતી. વધુમાં આ સભાને સરકારની મંજૂરી નથી મળી. તે અંગે બોલતા હાર્દિક પટેલે કહ્યું કે અમે કોઇ મંજૂરીથી ડરતા નથી અમે ડબલ સંખ્યામાં આવીએ છીએ. હાર્દિકે કહ્યું કે આજે ભાઇ શ્રી અહીં આવ્યા હતા. કહીને હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્રની ટીખળ કરી હતી. વીની વિક્ટી બતાવી પીએમ મોદીએ આપણને કહે છે કે હું પાટીદારોમાં, રાજપૂતોમાં, દલિતામાં દરેક સમાજમાં બે ભાગલા પાડીશ. આ વાત આપણે સમજી નથી શક્યા તેમ હાર્દિકે કહ્યું.

hardik patel

કોંગ્રેસના એજન્ટ


હાર્દિકે કહ્યું કે અમે નોટ અને વોટ બધુ આપ્યું છે અમે સત્તા આપી છે પણ તેમ છતાં આ સમાજ પોતાના અધિકારની વાત કરી ત્યારે અમારા સમાજના 14 લોકોની હત્યા કરી લીધી. મહિલાઓ પર અત્યાાચર થયો. 25 હજાર યુવકો સામે કેસો કરાવ્યા. આ માટે અમે ભાજપના વિરોધી છે. અને તેમ છતાં તમે કહો કે અમે કોંગ્રેસી એજન્ટ છીએ તો અમને કોઇ ફરક પડતો નથી કારણ કે અમે કોઇ આતંકી ગ્રુપને સમર્થન નથી કરતા. જ્યારે પાકનો યોગ્ય ભાવ નથી મળતો માટે અમારે વિરોધ કરવો પડે છે. અમે કોઇ સત્તાના વિરોધી નથી પણ તમે અમારા હક માટે વિરોધ કરીએ છીએ.

18મી તારીખ અમારી છે

હાર્દિકે કહ્યું કે 9 તારીખે નવરા, ચૌદ તારીખ ચૌદશીયા અને 18મી તરીખ આપણી. આ લડાઇ ગુજરાતના 6 કરોડ લોકો ઇમાનદારીની પોતાના અધિકારની લડાઇ લડીએ છીએ. અને 18મી તારીખે આપણું ભવિષ્ય નક્કી થશે. આ લોકો મને કહે છે કે હું તો નાનો છોકરો છું ચૂંટણી પછી ક્યાં ગુમ થઇ જઇશ ખબર પણ નહીં પડે. પણ હું કંઇ લખોટી છું કે ગુમ થાવ. હું તો સંતાકૂકડી રમતી વખતે પણ ખોવાતો નહતો.

શરમ આવે છે ગુજરાતી છું

હાર્દિકે કહ્યું કે મને આજે શરમ આવે છે કે હું ગુજરાતી છું. આપણે 182 નપુસંકોને વોટ આપીને જીતાડ્યા. રાજકોટ ગુંડાઓનો અડ્ડો બની ગયો છે. તમારા રાજકોટમાં રોજગારી ક્યાં છે. ખાલી ચિત્રો દોરીને રાજકોટનો વિકાસ બતાવાનો. વિજય રૂપાણી ગુજરાતના સીએમ છે તો ગાંધીનગર કેમ નથી બેસતા આખો સમય રાજકોટમાં શું કરે છે. મને જ્યારે કોઇ પુછે છે કે વિજય રૂપાણી ગુજરાતના સીએમ છે તો હું કહું છું ના 6 કરોડ જનતા ગુજરાતની સીએમ છે વિજય રૂપાણી તો ખાલી તેમના પ્રવક્તા છે. અને તે કામ પણ તે યોગ્ય રીતે નથી કરતા.

ભાજપ વોટ ના આપતા

આ વિશાળ જનસભામાં હાર્દિક પટેલે હાજર લોકોને ભાજપને વોટ ન આપવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે જો આ વખતે તમે ભાજપને વોટ આપ્યો તો તમે તમારી આવનારી પેઢીને મોઢું બતાવી નહીં શકો. સાથે જ તેમણે કહ્યું કે આ વાતની શરૂઆત રાજકોટથી કરજો. રાજકોટમાં આ વખતે ભાજપની ચારેય સીટો કપાવી જોઇએ. સાથે જ ગુજરાતમાં ભાજપનું પત્તું કપાય તે માટે હાર્દિક પટેલે લોકોના સોગંદ આ સભામાં લેવડાવ્યા હતા.

English summary
Gujarat Elections 2017: Patidar leader Hardik Patel Maha Kranti rally in Rajkot. Read here all the news about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X