પદ્માવતનો વિરોધઃ હાર્દિકે લખ્યો સીએમ રૂપાણીને પત્ર, કહ્યું પદ્માવત ઉપર પ્રતિબંધ મૂકો

Subscribe to Oneindia News

હવે પદ્માવત ફિલ્મના વિરોધમા પાસ નેતા હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યુ છે અને પત્રમાં લખ્યું છે કે, રાણી પદ્મિનીના ભવ્ય ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે માટે આ ફિલ્મ ગુજરાતમાં રજૂ ન કરવી જોઈએ.હાર્દિકે લખ્યુ હતું કે, ભારતની એકતા માટે રજવાડાઓએ પોતાના રાજ્યો અને સર્વસ્વ મા ભારતીના ચરણોમાં ધરી દીધું હતું ત્યારે રાજપૂતોના સ્વમાનને જાળવતા ફિલ્મ રજૂ ન કરવી. ફિલ્મ પદ્માવત માટે ભલે સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી હોય અને કહ્યું હોય કે પદ્માવત નિયત તારીખે જ રજૂ થશે, પરંતુ ગુજરાતમાં પદ્માવત રીલીઝ માટે સહેજ પણ સાનુકૂળ વાતાવરણ જોવા મળી નથી રહ્યું આજે સવારે મહેસાણા હાઇ વે પર ટોળાએ પદ્માવતની રીલીઝના વિરોધમાં ટાયરો બાળ્યા હતા અને તેના પરિણામે બહુચરાજી તરફ જતા દર્શનાર્થીઓ હાઇવે પર ફસાયા હતા.

Gujarat

આવા કેટલાક દર્શનાર્થીઓએ જણાવ્યુ હતું કે તોફાની ટોળા કોઈને નિશાન નથી બનાવતાપરંતુ તેઓ રસ્તા પર ટાયરો જામ કરે છે તેના પરિણામે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે અને મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચવામાં તકલીફ પડી રહી છે.જોકે બહુચરાજી પોલીસે ઘટનાસ્થળે આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ગત મોડી રાત્રે પણ મહેસાણાના વિજાપુર વસાઇ રોડ પર તોફાની ટોળાએ હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો તેમજ પોલીસના વાહનો ઉપર પણ પત્થરમારો કર્યો હતો. આ ઘટના દરમિયાન પોલીસે 10-15 લોકોની અટકાત પણ કરી હતી.

English summary
hardik patel oppose padmaavat movie release in gujarat wrote letter to cm vijay rupani.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.