For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ હાર્દિક પટેલે રિવર્સ દાંડી યાત્રા કરી કેન્સલ?

|
Google Oneindia Gujarati News

શનિવારે સુરત ખાતે, અનામત માટે લડી રહેલા પાટીદાર સમુદાયના કન્વીનર હાર્દિક પટેલે એક પ્રેસકોન્ફર્ન્સ યોજીને પોતાની રિવર્સ દાંડી યાત્રા રદ્દ કરી હોવાની જાહેરાત કરી. જો કે તેણે ગુજરાત સરકારને અલ્ટીમેટ પણ આપ્યું કે તે આ યાત્રાને 13 સપ્ટેમ્બર સુધી જ રદ્દ કરી રહ્યા છે. જો ત્યાં સુધી તેમને આ યાત્રા કરવાની પરવાનગી નહીં મળી તો તે આ યાત્રા કાનૂન અને નિયમોને નેવે મૂકીને પણ કરશે જ.

સાથે જ તેણે સરકારને અલ્ટીમેટ આપ્યું કે તે બાદ જો આ યાત્રામાં કાયદો અને વ્યવસ્થા બગડી તો તે માટે સરકાર જવાબદાર રહેશે. હાર્દિકે જણાવ્યું કે તે કાયદા રહીને અને શાંતિથી આ યાત્રા કરવા માંગે છે.

નોંધનીય છે કે નવસારી જિલ્લા કલેક્ટર રમૈય્યા મોહન દ્વારા તહેવાર અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને જોતા સુરતથી પાટિદાર સમિતિ દ્વારા નીકળવામાં આવતી આ રિવર્સ દાંડી માર્ચને નીકળવા માટે પરવાનગી આપવામાં નહતી આવી. જે બાદ પાટીદાર સમાજે આ નિર્ણય લીધો છે. જો કે આ પ્રસંગે હાર્દિક પટેલ અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા આપી હતી. અને પોતાના ભાવિ કાર્યક્રમ વિષે પણ જણાવ્યું હતું. જો હાર્દિક પટેલ આ પ્રસંગે શું કહ્યું તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હાર્દિકનું નિવેદન

હાર્દિકનું નિવેદન

હાર્દિક કહ્યું અમે અમારી યાત્રા છઠ્ઠી સપ્ટેમ્બરના બદલે 13 સપ્ટેમ્બરના રોજ કરવાનું નક્કી કર્યું છે. સરકારે અમને આ યાત્રા કરવાની પરવાનગી નથી આપી. જેને અમે સરકારની હાર અને અમારી જીતની રીતે જોઇએ છીએ.

શાંતિ જાળવવા ઇચ્છીએ છીએ

શાંતિ જાળવવા ઇચ્છીએ છીએ

હાર્દિક કહ્યું કે હાલ તો અમે કાનૂન વ્યવસ્થા અને તેના નિયમોને માન આપી તેનું પાલન કરીએ છીએ. પણ જો અમને 13 સ્પેટમ્બર પણ પરવાનગી ના આપવામાં આવી તો અમે આ યાત્રા પરવાનગી લીધા વગર જ કરીશું

સરકાર જવાબદાર

સરકાર જવાબદાર

વધુમાં હાર્દિક ચમકી ઉચ્ચારી કે જો તે બાદ અમારી યાત્રાથી કાનૂન વ્યવસ્થા ગડબડાઇ તો તે માટે અમે જવાબદાર નહીં રહીએ. રાજ્ય સરકાર અને પોલિસ તે માટે જવાબદાર રહેશે.

OBC પર વાત

OBC પર વાત

સરકાર અમારા સમુદાયમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. અમે અન્ય કોઇ સમુદાય સાથે ઝગડવા નથી ઇચ્છતા. અમે તો શાંતિ ઇચ્છીએ છીએ. પણ સરકાર સ્થિતિને બગાડવા ઇચ્છે છે.

અનામત

અનામત

હાર્દિક પટેલ કહ્યું કે તે પાટીદાર સમુદાય માટે અનામત ઇચ્છે છે. અને તે અન્ય કોઇ સમુદાયની વિરુદ્ધમાં નથી.

English summary
Hardik Patel on Saturday announced postponement till September 13 of the 'reverse Dandi yatra' over the Patel quota issue, which was scheduled to be taken out on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X