જીતુ વાઘાણીની અનામત ટિપ્પણી પર હાર્દિક પટેલની પ્રતિક્રિયા

Posted By:
Subscribe to Oneindia News

વિધાનસભાના બજેટસત્રના ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વાઘાણીનું અનામતનો મુદ્દો છંછેડ્યો હતો. આ મામલે તેમણે ગૃહમાં કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે અનામત મુદ્દે કોંગ્રેસ ઉશ્કેરણી કરી અરાજકતા ફેલાવી રહી છે. સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ જાહેર કરે કે હાલની સ્થિતિમાં કોઈ એક જ્ઞાતિને અનામત કઇ રીતે મળી શકે?
ત્યારે આ મામલે પાસ કન્વીનર અને લાંબા સમયથી પાટીદારો માટે અનામતની માંગ કરી રહેલા હાર્દિક પટેલે સોશ્યલ મીડિયા દ્વારા પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેણે આ મુજબ જણાવ્યું છે વાઘાણી : કોઈ એક સમાજ ને અનામત કેવી રીતે આપી શકાય ?

hardik patel

હાર્દિક : સાચી દાનત રાખીને OBC પંચ પાસે સર્વે કરાવો અને મંડલ કમિશનને આધારે OBC માં સમાવેશ કરો. અસંખ્ય પુરાવા ગુજરાત સરકાર ને આપ્યા છે.આજ દિન સુધી જવાબ મળ્યો નથી. OBC માં ઘણા સમાજ ને સામેલ કરવાના આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોઈ જ અડચણ કરવામાં આવી નથી તો પછી પાટીદાર સમાજ માટે જ કેમ?

Read also: જીતુ વાઘાણી: કોઈ એક સમાજને અનામત કેવી રીતે આપી શકાય?

નોંધનીય છે કે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર જે પ્રહારો કર્યા છે તેને કોંગ્રેસે પણ ફગાવતા કહ્યું છે કે સત્તામાં આવતા જ અમે અનામત કેવી રીતે આપવી સાબિત કરીશું. ત્યારે હાર્દિક પટેલ પણ આ અંગે રોષ વ્યક્ત કરતા આવનારા સમયમાં અનામત મુદ્દે ફરીથી બબાલ થશે તે વાત તો નક્કી છે.

English summary
Read here, Hardik patel reaction on Jitu Vaghani comment on reservation.
Please Wait while comments are loading...