હાર્દિકનો દાવો:BJPએ કરી EVM સાથે છેડછાડ,મારી પાસે છે પુરાવો

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત ચૂંટણીમાં ત્રીજો સૌથી મોટો ચહેરો હોય તો એ છે હાર્દિક પટેલ. હાર્દિકે ફરી એકવાર રાજ્યમાં ભાજપની જીત પર સવાલ ઊભા કર્યા છે. ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર અનુસાર, હાર્દિકે દાવો કર્યો છે કે, 'ગુજરાતમાં ઇવીએમ સાથે છેડછાડ થઇ હતી, એ પછી જ ભાજપને જીત મળી છે. હું આ વાત સાબિત કરી શકું છું. ભાજપને ખબર હતી કે, તેઓ રાજ્યમાં ચૂંટણી હારી રહ્યાં છે. ભાજપ પર કોઇ શંકા ન કરે એ માટે છેડછાડને 99 બેઠકો પર જ રોકવામાં આવી છે. તેમણે એ વિસ્તારોમાં જીત મેળવી છે, જ્યાં તેનો કોઇ આધાર નહોતો. અમે આની સામે અદાલતમાં જઇશું.'

hardik patel

હાર્દિકે એવો પણ દાવો કર્યો હતો કે, 'જો રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી થાય તો કોંગ્રેસને 100થી 102 બેઠકો અને ભાજપને 78-81 બેઠકો મળી હોત. કોંગ્રેસને જાણી-જોઇને હરાવવામાં આવી છે.' ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એનેક મંદિરોની મુલાકાત લીધી છે. આ અંગે ભાજપ દ્વારા અનેક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. આ અંગે હાર્દિકે કહ્યું કે, 'ભાજપ રામ મંદિર બનાવવાનો વાયદો કરી સત્તામાં આવી હતી, પરંતુ હજુ સુધી મંદિર બન્યું નથી અને એ લોકોને રાહુલ ગાંધી મંદિર જાય એ સામે વાંધો છે. એનસીપી અને બીએસપીને કારણે કોંગ્રેસ અનેક બેઠકો પર હારી ગઇ. એવી 20 બેઠકો હતી, જેમાં કોંગ્રેસને 200, 500, 1000, 2000 અને 2500 મતોનું નુકસાન થયું. અમે સરળતાથી વધુ 10-15 બેઠકો જીતી શક્યા હોત.'

English summary
Hardik Patel says, BJP won due to EVM tampering, I have evidence.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.