માણસાની ભીડે મને નિર્દોષ જાહેર કરી દીધો છે: હાર્દિક પટેલ

Posted By:
Subscribe to Oneindia News

શનિવાર રાતે ગાંધીનગરના માણસા ખાતે હાર્દિક પટેલની વિશાળ સભા યોજાઇ. પોલીસની પરવાનગી વગર યોજવામાં આવેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અને લોકોએ સોશ્યલ મીડિયામાં આ સભાને લાઇવ જોઇ હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પર કથિત વીડિયો જાહેર કરવામાં આવ્યા તે પછી તેણે માણસાની આ સભામાં લોકોને આ અંગે ખુલાસો આપવાની વાત કરી હતી. અને મોટી સંખ્યામાં હાજર રહીને તેનો સાથ આપવાની વાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મીડિયા ધ્યાન હટાવવા ભાજપે તે સમયે જ તેના ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ રજૂ કર્યું હતું. પણ મોટી સંખ્યામાં હાજર રહી પાટીદારોએ હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું.

hardik patel

આ બાદ હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગાંધીનગરમાં આયોજીત આ સભા અને લોકોની હાજરીએ મને નિર્દોષ જાહેર કરી લીધો છે. જનતાનું તે સ્પષ્ટ કહી દીધું છે કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે અને અધિકારની આ લડાઇમાં હવે હું પાછો પડવાનો નથી. હાર્દિકે આ સભામાં કહ્યું હતું કે ગુજરાતના લોકો ગુજરાતના વિકાસની સીડી જોવા માંગે છે નહીં કે 22 વર્ષના એક યુવકની સીડી. સાથે જ તેણે આ સભામાં કહ્યું હતું કે આ વખતે વોટ આપતા પહેલા શહીદોને એક વાર ચોક્કસથી યાદ કરજો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની જનસભામાં આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરીએ ભાજપની ચિંતા ચોક્કસથી વધારી દીધી છે.

English summary
Hardik Patel set to hold prestige rally, warns BJP of ‘bigger bomb’. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.