સીડી કાંડ બાદ હાર્દિકે PM મોદીના અંગત જીવન પર કરી ટિપ્પણી

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા થોડા દિવસથી પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના વાયરલ વીડિયો અને સીડી કાંડ મામલે અનેક વાતો વહેતી થઇ રહી છે. આ સીડી કાંડનો આરોપ પાસ અને હાર્દિક પટેલ દ્વારા ભાજપ પર મુકવામાં આવ્યો છે. ત્યાર બાદ હવે હાર્દિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત જીવન પર પણ ટિપ્પણી કરી છે. સીડી કાંડ બાદથી હાર્દિક પટેલનું વલણ ખાસુ તીખું જોવા મળી રહ્યું છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર 1970ના લોકપ્રિય હિંદી ફિલ્મના ગીત 'રામચંદ્ર કહ ગયે સિયા સે'ના શબ્દો બદલી કેટલીક કડીઓ પોસ્ટ કરી છે.

Hardik Patel

હાર્દિકે લખ્યું છે કે, શ્રીરામ કહ ગયે સિયા સે, એસા કલિયુગ આયેગા. ગોડસે કા મંદિર બનેગા, તંબૂ મેં રામ વિરાજા જાયેગા. માર ના સકા એક અંગ્રેજ કો, વો ગાંધી માર કે હિંદુ કહલાએગા. જો નિભા ના સકા પત્ની સે, દૂસરોં કી સીડી બનવાએગા. બાંટેગા હિંદુ કો મુસ્લિમ સે, દલિત કો ભી ખા જાએગા. ગાય કો કહકર અપની માં, ઉસકા માંસ તક બેચ ખાએગા. આ પોસ્ટમાં હાર્દિકે ગોડસેથી માંડીને રામ મંદિરનો મુદ્દો, ગૌરક્ષા, દલિતો, જાતિવાદ અને પીએમ મોદીના અંગત જીવનનો પણ ઉલ્લેખ કર્યો છે. હવે ભાજપ આ વાતનો જવાબ કઇ રીતે આપે છે, એ જોવાનું રહે છે.

English summary
Patidar leader Hardik Patel slammed Prime Minister Narendra Modi by old bollywood song.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.