હાર્દિક પટેલના સમર્થકો અને કોલેજ સ્ટાફ વચ્ચે સુરતમાં થઇ બોલચાલ

Subscribe to Oneindia News

ગુરુવારે સુરત પહોંચેલા પાસ કન્વીર હાર્દિક પટેલે ક્રાઈમબ્રાંચ ખાતે હાજરી પુરી હતી. તે બાદ બહાર રહેલા મીડિયા સમક્ષ હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર આકારા પ્રહાર કરતા કહ્યું હતું કે અમે 70 વર્ષથી આપ્યું જ છે, હવે અમારી આવનારી પેઢી માટે અમે અનામત માંગીએ છીએ. માટે આવે ત્યારે આજે પણ ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવાયા બાદ હાર્દિકે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા 60 વર્ષીથી સમાજને જોડવાંનું કામ કરી રહી છે. પાટીદાર સમાજ હંમેશા આપવામાં માને છે. અમે 70 વર્ષથી આપ્યું છે, હવે આવનારી પેઢી માટે અનામત માંગીએ છીએ.

hardikpatel

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આક્ષેપો પર બોલતા હાર્દિકે કહ્યું કે અમે તમામ ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે. હવે તેઓ જલ્દી અનામત આપે તેવી આશા રાખીએ છીએ. અમે તો અનામત લઇને ઘેર જવામાં માનીએ છીએ. નીતિન પટેલ પર બોલતા તેમણે કહ્યું કે તેઓ સરકારમાં બેઠા છે. તેઓને જાણ છે કે તેમની સરકારમાં કોણ તોડવાવાળા છે. માટે જ તેમણે સમાજને ચેતવ્યો છે કે તોડવાવાળાથી ચેતજો.

જો કે તે પછી હાર્દિક પટેલ જ્યારે વરાછાની ધારૂકા કોલેજમાં મુલાકાત માટે ગયો તો હાર્દિકના સમર્થકો અને કોલેજના સ્ટાફ વચ્ચે બોલચાલ થતા હાર્દિકે ચાલતી પકડી હતી. કોલેજમાં પરીક્ષા ચાલતી હોવાથી કોલેજના સંચાલકોએ હાર્દિક પટેલના સમર્થકોને કોલેજની અંદર આવવા નહતા દીધા. આ મામલે કોલેજના સ્ટાફ અને હાર્દિકના સમર્થકો સામ સામે આવી જતા મામલો બગડ્યો હતો.

English summary
Hardik patel supporter and college staff have verbal fight at Surat. Read here more on this news.
Please Wait while comments are loading...