હાર્દિક પટેલ VS ઋત્વિજ પટેલ, બન્ને કર્યો એકબીજાને પડકાર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં પાટીદાર vs પાટીદારનું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. એક બાજુ જ્યાં પાસ કન્વીનર હાર્દિક પટેલ છે તો બીજી તરફ ભાજપના યુવા નેતાઓ જીતુ વાઘાણી અને ઋત્વિજ પટેલ છે. નોંધનીય છે કે સુરતની એક રેલી દરમિયાન યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર પાસના કેટલાક લોકોએ કાંકરી ચાળો કર્યો હતો. રસ્તા પર ઇંડા અને ટામેટા ફેંકવા આવ્યા હતા. અને પાણીના પાઉચ ફેંકી વિરોધ નોંધવામાં આવ્યો હતો.તે બાદ પાસના કાર્યકર્તા વિજય માંગુકિયાને કેટલાક લોકો ઢોર માર મારી લોહીલૂહાણ કરી ગયા હતા.

hardik ruthvij

પાસ કન્વીર હાર્દિક પટેલ ટ્વિટ કરીને નો ભાજપને પોતાની ઓકાતમાં રહેવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં વિજય માંગુકિયા પર હુમલો કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ પાસ દ્વારા કરવામાં આવી હતી. હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી હતી કે 9 તારીખ સુધી માં વિજય મંગુકિયા પર હુમલો કરનાર લોકો પર પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ કરશે.

hardik


ત્યારે સામા પક્ષે આજે ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે પણ હાર્દિક પટેલ સામે ચિમકી ઉચ્ચારતા કહ્યું છે કે ઇંટનો જવાબ પથ્થરની આપતા અમને પણ આવડે છે. નોંધનીય છે કે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ આવવાની છે. ત્યારે ભાજપના નેતાઓને પ્રચાર પ્રસાર માટે જનતાની વચ્ચે જવું જ રહ્યું. તો બીજી તરફ પાસ દ્વારા પણ તે વાતનો પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓના આવા કોઇ પણ ચૂંટણી પ્રચારોને સફળ ન જવા દેવામાં આવે. ત્યારે આવનારા સમયમાં પાટીદાર vs પાટીદારની આ યુદ્ધ કેવા રંગ લાવે છે તે જોવું જ રહ્યું.

English summary
Hardik patel vs Dr Rutvij Patel, both give each other warning to behave better or else face the circumstance.
Please Wait while comments are loading...