રૂપાણીના શહેરમાં હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા, તૈયારીઓ શરૂ

Subscribe to Oneindia News

પાસ લીડર હાર્દિક પટેલ હવે ભાજપ સરકાર સામે સામી છાતીએ લડી રહ્યો છે ત્યારે રાજકોટમાં આગામી 29મી નવેમ્બરના રોજ મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાજકોટ પાસ દ્વારા મોટા પાયે તૈયારી શરૂ કરી છે. જેમાં રાજકોટ માં 50થી વધારે સ્થળોએ મોટા હોર્ડિંગ લગાવવા માં આવ્યા છે તો 1000થી વધારે ઓટો રીક્ષાઓમાં પણ બેનર લગાવવામાં આવ્યા છે. હાર્દિક ની સભાની તૈયારી એક મોટી પોલિટીકલ પાર્ટીની સભાની જેમ કરવામાં આવી છે. જેને લીધે ભાજપના નેતાઓ પણ ચોંકી ગયા છે. કારણ કે હાર્દિક પટેલ 150 રિંગ રોડ નાના મૌવા ચોકડી પાસે સભાનું સંબોધન કરવાનો છે.તે વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપને ડર છે કે જો હાર્દિકની સભામાં પાસના ધાર્યા મુજબ પાટીદારો ઉમટે તો પબ્લિમાં ભાજપ માટે નકારાત્મક સંકેત મળી શકે તેમ છે.

Hardik Patel

રાજકોટ પાસના કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યું કે પાસ માટે આ મહત્વ ની સભા છે અને એક અંદાજ મુજબ 3 લાખથી વધારે લોકો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ સભામાં ભાગ લેવા આવનાર છે. ભાજપ માટે આ ચૂંટણી એક પડકાર બની ગઈ છે અને હવે 22 વર્ષના શાસનને પ્રજા જાકારો આપવાની છે ત્યારે હવે આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ ગુજરાતની પ્રજાની છે.

Rajkot

બ્રિજેશ પટેલે વધુમાં જણાવ્યું કે હાર્દિકને જીએમડીસી સભા બાદ થયેલા તોફાનો માટે જવાબદાર ગણાવવા માં આવ્યો હતો ત્યારે ફરીથી તેમને શંકા છે કે રાજકોટ માં પણ ભાજપ તોફાનો કરાવી હાર્દિક પટેલ અને પાસને જવાબદાર ઠેરવી શકે તેમ છે. જો આ સ્થિતિ નું નિર્માણ થશે તો ભાજપ સરકાર જવાબદાર રહેશે. બીજી તરફ પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ તૈયારી શરૂ કરી છે.

English summary
Hardik Patel Will do rally in Rajkot on 29 November. Read here further detail on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.