Harsh Sanghvi : હર્ષ સંઘવીએ ગુજરાતના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
Harsh Sanghvi : ગુજરાતના રાજકારણમાં એક મોટો ફેરફાર આવ્યો છે. સુરતની મજૂરા બેઠકના ધારાસભ્ય અને યુવા નેતા હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણના ભાગરૂપે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આ શપથવિધિ સમારોહ યોજાયો હતો.

રાજ્યકક્ષાના મંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી તરીકે બઢતી મળતા 40 વર્ષીય હર્ષ સંઘવી ગુજરાતના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
આ પદ અગાઉ ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, નરહરિ અમીન અને નીતિન પટેલ જેવા વરિષ્ઠ નેતાઓ સંભાળી ચૂક્યા છે.
નાયબ મુખ્યમંત્રી બનતા પહેલાં હર્ષ સંઘવીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઘણા મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી હતી. ગુરુવારે જ્યારે 16 મંત્રીઓએ રાજીનામું આપ્યું તે પહેલાં તેમની પાસે રમતગમત, યુવા સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ, પરિવહન, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદ સુરક્ષા જેવા મહત્વના સ્વતંત્ર હવાલા હતા.
આ ઉપરાંત તેમણે ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવા વિભાગોમાં પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્ય કર્યું હતું.












Click it and Unblock the Notifications
