For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળીના તહેવારમાં અંગદાન કરનાર પરીવારને મળીને સાંતવના પાઠવી

સમગ્ર દેશમાં દિવાળીની તહેવાર ઉત્સાહ અને આનંદ સાથે ઉજવામાં આવી રહ્યો છે. ગુજરાતના પણ તેની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીેપણ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. સાથે ગ

|
Google Oneindia Gujarati News

સમગ્ર દેશમાં દિવાળીની તહેવાર ઉત્સાહ અને આનંદ સાથે ઉજવામાં આવી રહ્યો છે. ગુજરાતના પણ તેની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. સાથે ગુજરાતની જનતાને દિવાળીની શુભકામાના પાઠવી હતી.

HARSH SANGHAVI

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, આપણે આપણી ઓફિસ અને ઘરોમાં મદદ કરતા લોકો દિવાળી ઉજવણી કરીએ છીએ. સુરત શહેર દિલલદારોનું શહેર છે. દરેક સામાજિક સમસ્યાનું સમાધાન સુરત શહેરમાં જોવા મળે છે.

ગૃહમંત્રી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, જે લોકો આપણા ઘરોમાં કામ કરતા હોય તેવા નાના માણસોના બાળકો જુના કપડામાં અને બીજા લોકોને ફટાકડા ફોડતા જોતા હોય છે ત્યારે આપણે તે લોકોની મદદ કરવી જોઇએ. તેમની સાથે મળીને પણ દિવાળીની ઉજવણી કરવી. સાચા અર્થમાં આપણા બાળકોમાં પણ એક શીખ આપવાનો પ્રયાસ કરીએ.

ગૃહરાજ્ય મંત્રીએ દિવાળીના તહેવાર નિમિતે અંગદાન કરીને અન્યનો જીવ બચાવનાર ધર્મેન્દ્રસિંહ રાજપુતના પરિવાર સાથે મુલાકાત કરી હતી. ધર્મેન્દ્રસિહના અકસ્માતમાં બ્રેન્ડેડ થતા તેમના દ્ારા કરવામાં આવેલા અંગદાનથી ત્રણ લોકોના જીવ બચાવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, ભારતીય સંસ્કૃતિ અને તેમાં પણ ખાસ કરીને દિવાળી ઉત્સવમાં દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થયેલ ધર્મેન્દ્રસિંહ રાજપૂતના પરિવારજનોએ અંગદાનરૂપી મહાદાન કરીને ત્રણ વ્યક્તિઓના જીવનના ઓલવાઈ રહેલા દીપકને ફરી ઝગમગતા કર્યા. આ અંગદાતા પરિવારજનોની મુલાકાત કરીને સમાજ પ્રત્યે ઋણ અદા કરવા બદલ તેમનો આભાર માની પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરી.

English summary
Harsh Sanghvi wished the people of Gujarat on Diwali
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X