For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વહીવટી ભવનનું હર્ષ સંઘવીએ કર્યુ લોકાર્પણ

ગુજરાતને રમતગમત ક્ષેત્રે આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. ગાંઘીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના મુખ્ય વહીવટી ભવનનું લોકાર્પણ કરતા રમતગમત અને યુવક સેવા પ્

|
Google Oneindia Gujarati News

ગુજરાતને રમતગમત ક્ષેત્રે આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. ગાંઘીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના મુખ્ય વહીવટી ભવનનું લોકાર્પણ કરતા રમતગમત અને યુવક સેવા પ્રવૃત્તિઓના રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ નવનિર્મિત વહીવટી ભવન ગુજરાતના હજારો યુવાનોને રમતગમત ક્ષેત્રે દેશમાં અગ્રિમ હરોળમાં લઈ જશે.

Harsh Sanghavi

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓકટોબરમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022ની યજમાની કરવાની સુવર્ણ તક ગુજરાત રાજ્યને મળી છે ત્યારે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ વતી નેશનલ ગેમ્સના સુચારુ આયોજન માટે સચિવાલય તરીકે આ વહીવટી ભવન કાર્ય કરશે. કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગુજરાતના પાંચ યુવાનોએ મેડલ જીતી ટીમ ઇન્ડિયા તરીકે સારો ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આગામી ઓલિમ્પિક રમતો માટે પણ ગુજરાતના વધુમાં વધુ યુવાનો તૈયાર કરવા પ્રયત્નશીલ છે.

ઉલ્લેખનીય છે કે, વહીવટી ભવનના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા સેક્ટર-13 ગાંધીનગર ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વિકસાવવા માટે તથા કુલ ૨૫ એકર જમીન ફાળવવામાં આવી છે. જેનો બાંધકામ ખર્ચ રૂ. 1323.40 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં ખેલાડીઓના નિવાસ માટે 200ની ક્ષમતાવાળી એરકંડીશનિંગ સહિતની સ્પોર્ટસ હોસ્ટેલનું રૂ. 825 લાખના ખર્ચે કામગીરી પૂર્ણતાના આરે છે. કેમ્પસમાં 400 મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડની કામગીરીનું રૂ. ૭૪૫.૩૩ લાખની કામગીરી પણ કરવામાં આવનાર છે. ભવિષ્યમાં કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાસભર હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર તેમજ બાસ્કેટ બોલ કોર્ટ, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, હેન્ડબોલ કોર્ટ, ખો-ખો, કબડ્ડી જેવા વિવિધ આઉટડોર કોર્ટ બનાવવાનું પણ આયોજન છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના લિફ્ટ સહિતના ત્રણ માળ ધરાવતા આ વહીવટી ભવનમાં વિવિધ શાખાઓનો સમાવેશ થાય છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પ્રથમ માળે ડાયરેક્ટર જનરલ, સચિવ, ચીફ કોચ, વિવિધ શાળાના વડાઓની કચેરી તેમજ કોન્ફરન્સ રૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે. બીજા માળે એકાઉન્ટ શાખા, DLSS શાખા, શક્તિદૂત શાખા, સેન્ટર ઓફ એકસેલન્સ, ચીફ કોચ શાખા, ટેન્ડર શાખા, એસ.જી.એફ.આઈ. શાખા, ઇન-સ્કુલ શાખા તથા જનરલ રેકોર્ડ રૂમની વ્યવસ્થા તેમજ ત્રીજા માળે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ, ખેલ મહાકુંભ શાખા તથા કેન્ટીન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

English summary
Harsh Sanghvi inaugurated the administrative building of Sports Authority of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X