આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કરશે આણંદ સિવિલ હોસ્પિટલનું ભૂમિપૂજન
Anand Civil Hospital : આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નિર્માણકાર્ય સંદર્ભે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આણંદના ગુજરાત પશુ ચિકિત્સાલય અને પશુપાલન મહાવિદ્યાલય યુનિવર્સિટી, આણંદ કેમ્પસમાં આવેલા ખુલ્લી જગ્યા પર બોરસદ ચોકડી ખાતે રૂપિયા 160.59 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સુવિધાયુક્ત હોસ્પિટલ બનાવવા મંજૂરી સમિતિએ 25 એપ્રિલ 2023 ના રોજ મંજૂરી આપી હતી. આણંદ સિવિલ હોસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં જનરલ હોસ્પિટલ-આણંદ તથા પેટલાદ ખાતે એસએસજી હોસ્પિટલ કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. આણંદ જિલ્લામાં 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 14 સામુહિક આરોગ્ય કેન્દ્રો પ્રજાની સેવામાં રાઉન્ડ ધ કલોક કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
