ગરમીએ 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અમદાવાદીઓ ત્રાહિમામ પોકાર્યા

ગરમીએ 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અમદાવાદીઓ ત્રાહિમામ પોકાર્યા

અમદાવાદઃ હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે કે અમદાવાદીઓનો પરસેવા છૂટાવી દે તેવી ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકાર્યા છે. રવિવારે અમદાવાદમાં 43.7 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું, જે એપ્રિલ મહિનામાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ નોંધાયેલું તાપમાન છે. છેલ્લા 10 વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી ઉંચો ગરમીનો પારે 17 એપ્રિલ 2010ના રોજ નોંધાયો હતો, તે સમયે એપ્રિલમાં 44.6 ડિગ્રી સેલ્સિયસ ગરમીનો પારો પહોંચ્યો હતો. રવિવારે ભારતીય હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી હતી અને લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપી હતી.

heat wave

ભારતીય હવામાન ખાતાની આગાહીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ હિટવેવ રાજ્યના અમુક ભાગોમાં મંગળવાર સુધી યથાવત રહેશે. રાજ્યના પાંચ ક્ષેત્ર- વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ખાતે રવિવારે 44 ડિગ્રી સેલ્સિયસ ગરમીનો પારો નોંધાયો હતો. કંડલા એરપોર્ટ ખાતે રેકોર્ડતોડ 46.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ભારે ગરમીને પગલે નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મોટાભાગના નાગરિકો ગરમીના કારણે પોતાનું રાબેતાનું કામ છોડીને ઘરે જ રહેવાનું વધુ પસંદ કરે છે. ત્યારે હવામાન ખાતાએ આપેલી આગાહી મુજબ મંગળવાર સુધી હજુ પણ અમદાવાદીઓએ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે તેમ છે. અમદાવાદમાં પણ ખાસ કરીને વટવા જીઆઈડીસી વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં ગરમીનો પારો ઉંચો નોંધાયો હતો. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે ત્યારે મે મહિનામાં ઉનાળો લોકોના પરસેવા છોડાવી દે તેવો રહી શકે છે.

આ પણ વાંચો- વધતા તાપમાનને કારણે અહીંની સ્કૂલોનો સમય બદલ્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X