For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધતા તાપમાનને કારણે અહીંની સ્કૂલોનો સમય બદલ્યો

વધતા તાપમાનને કારણે અહીંની સ્કૂલોનો સમય બદલ્યો

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વધતી ગરમીને કારણે લખનઉના જિ્લાધિકારીએ બધી જ સ્કૂલના સમયમાં પરિવર્તન કરવાનો આદેશ આપ્યો છે. લખનઉના જિલ્લાધિકારીએ તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોને નિર્દેશ આપ્યો છે કે તેઓ તેજ ધૂપ અને ગરમીને ધ્યાનમાં રાખી સ્કૂલોના સમયમાં પરિવર્તન કરે. ડીએમે આદેશ આપ્યો છે કે 30 એપ્રિલથી 10 સુધીના બધા જ ધોરણનો સમય સવારે 7.30થી 12 રહેશે. જ્યારે ધોરણ 11 અને 12ની સ્કૂલો 1 વાગ્યા સુધી ખુલશે.

weather

જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસોમાં લખનઉ સહિત આખા ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતમાં પારો ભારે તેજીથી વધ્યો છે. તેજ ધૂપને કારણે લોકોનું ઘરેથી નિકળવું મુશ્કેલ થઈ ગયું છે. લોકોએ તેજ ધૂપના પ્રકોપનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમ હવાઓને કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. મહત્તમ પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. યૂપી ઉપરાંત બિહાર, રાજસ્થાન, દિલ્હીમાં પણ સતત ગર્મીનો પ્રકોપ વધી રહ્યો છે.

માત્ર ઉત્તર પ્રદેશ જ નહિ બલકે ગુજરાતમાં પણ ધકતા તડકાએ લોકોની મુશ્કેલીઓ વધારી છે. અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં કાજે તાપમાન 46 ડિગ્રીને ક્રોસ કરી ગયું જ્યારે બાકીના વિસ્તારોમાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. વડોદરામાં નવનિર્મિત રોડ ગરમીને કારણે ઓગળી ગયો હતો. જેને કારણે લોકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો- શુક્રવારે દેશમાં તૂટ્યો ગરમીનો રેકોર્ડ, વિશ્વમાં 15 સૌથી ગરમ જગ્યાઓ બધી ભારતની

English summary
Amidst increasing temperature DM orders to change the timing of Lucknow schools.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X