Heat Wave Forecast : ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, ઓરેંજ એલર્ટ જારી
ગુજરાત સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. આ ગરમીને પગલે ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જારી કર્યુ છે.
ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર પહોંચી ગયો છે. રાજ્યમાં સતત હિટ સ્ટ્રોકની ઘટનાઓ વચ્ચે હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવા એલર્ટ જારી કર્યુ છે.

હવામાન વિભાગે આગામી 2 દિવસ હિટ વેવની આગાહી કરી છે. ગરમીને લઇને હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અમદાવાદ,ગાંધીનગરમાં ઓરેન્જ જારી કર્યુ છે. આ સિવાય પંચમહાલ,વડોદરા, સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયુ છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સતત ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમીને પગલે હવામાન વિભાગે સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ ગરમીને લઇને ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે.
કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે હવામાન વિભાગે બે દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
