અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી, લોકોની હાલત કફોડી

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં આજે સવારથી વરસાદે માઝા મૂકી છે. અને આટલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ પડતા જ ગણતરીના કલાકોમાં મીઠાખળી અંડરપાસને બંધ પાણી ભરાઇ જતા બંધ કરવામાં આવ્યું હતું. તો ઉસ્માનપુરા, વાડજ, જમાલપુરમાં જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં 4 થી 5 ઇંચ વરસાદ પડતા જ પાણી ભરાવાની સાથે જ ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અનેક લોકોને ખાડામાં પડવાના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.

 ahmedabad rain

વધુમાં અનેક જગ્યાએ પાણી ભરાતા કેટલાક લોકોના સ્કૂટરો રસ્તામાં જ અટકાઇ પડ્યા હતા.
સવારથી પડતા વરસાદના કારણે નોકરી જતા લોકો અને શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાલીઓ પણ ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની કામગિરી સમક્ષ પણ અનેક સવાલો ઊભા થયા છે. 

English summary
Heavy rain in Ahmedabad, Potholes make situation worse. Read here on it more.
Please Wait while comments are loading...