7 જૂલાઈથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લા એલર્ટ પર
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે ત્યારે SEOC ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનરે તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં હવામામ ખાતા તરફથી જણાવાયુ છે કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે. 7 જૂલાઈથી 9 જૂલાઈ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
સિંચાઇ વિભાગે જણાવ્યુ કે, રાજયમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે. આ બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીએ સરદાર સરોવર ડેમની ૫રિસ્થિતિની માહિતી આ૫ી હતી.
એનડીઆરએફ અને એસડીઆરએફ તરફથી જણાવાયુ કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., પશુપાલન, ICDS અને માહિતી વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
