For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરમાં વરસાદની ધબધબાટી, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ગુજરાતભરમાં વરસાદના કારણે સ્થિતી કથળી છે. કેટલીક જગ્યાએ રસ્તામાં પાણી ભરાયા છે તો ક્યાંક ડેમ છલકાયા છે. હવામાન ખાતાએ પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. જે મુજબ વરસાદની ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાં શું સ્થિતિ છે તે વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં...

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

જૂનાગઢ

જૂનાગઢ

જૂનાગઢમાં ભારે વરસાદથી દામોદરકુંડ છલકાયો અહીના ગલોદરમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢ શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો ગિરનાર પર્વત વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ પડ્યો હતો.

દામોદર કુંડ થયો ઓવરફ્લો

દામોદર કુંડ થયો ઓવરફ્લો

તો વરસાદના કારણે દામોદર કુંડ ઓવરફ્લો થયો હતો. જ્યારે જૂનાગઢમાં વરસાદી પાણીનું જોર એટલું હતું કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા. લોકોએ આખી રાત પાણી ઉલેચવામાં ગાળી હતી. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો પણ આક્રોશ વ્યકત કર્યો હતો.

જેતપુર સિવિલમાં વોર્ડમાં ભરાયા પાણી

જેતપુર સિવિલમાં વોર્ડમાં ભરાયા પાણી

જેતપુરમાં મોડી રાત્રે આવેલા જોરદાર વરસાદના પગલે જેતપુરની સિવિલ હોસ્પિટલના ઘણા બધા વોર્ડમાં મોટાપાયે પાણી ભરાઈ ગયા હતા. અને દર્દીઓના સગાઓએ વોર્ડમાંથી હાથ વડે પાણી કાઢવાની ફરજ પડી હતી. જેમાં સ્ત્રીઓ ગાયનેક વોર્ડમાં તથા અન્ય વોર્ડમાં જ્યાં દર્દીની પરિસ્થિતિ ગંભીર હોય તેવા વોર્ડ પણ પાણી ભરાતા, દર્દીઓની હાલત બગડી વણસી હતી.

ગુજરાતમાં પાછોતરા ચોમાસામાં ડેમ થયા ઓવરફ્લો

ગુજરાતમાં પાછોતરા ચોમાસામાં ડેમ થયા ઓવરફ્લો

અમરેલીના કુકાવાવ પંથકમાં મધરાતે ભારે વરસાદ વરસ્યો હતો. વડીયામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઈંચ, લાઠીમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો. અમરેલીના નાની કુકાવાવ, જંગર સહિતના ગામડામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. જેને લઈને નાના ચેકડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થયો છે. રાજુલાનો દાતરવાડી-1 ડેમ ઓવરફ્લો થયો છે.

કાલાવડ પાસે એક વ્યક્તિ તણાયો

કાલાવડ પાસે એક વ્યક્તિ તણાયો

કાલાવડના પાસે ફુલઝર નદીમાં એક વ્યક્તિ તણાયો હતો. જામનગરના લાલપુર તાલુકામાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે સસોઈ અને રૂપાવટી ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે તાલુકાની અનેક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં ધ્રોલમાં ચાર ઈંચ અને જોડીયામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના કેટલાક પંથકમાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે.જેમાં જામનગરના શહેરમાં 31 મિલીમીટર-જોડીયામાં 65 મિલીમીટર-કાલાવડમાં 40 મિલીમીટર અને જામજોધપુરમાં 63 મિલીમીટર વરસાદ વરસ્યો.

સાબરમતીની આવક વધી

સાબરમતીની આવક વધી

મહેસાણામાંથી પસાર થતી સાબરમતીના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો થતા અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી શકે છે. ઉપરવાસમાં વરસતા વરસાદને લીધે ગત રાતે ડેમની સપાટીમાં વધારો નોંધાયો હતો. હાલ ધરોઈ ડેમની સપાટી 620 ફુટ નોંધાઈ છે. ધરોઈ ડેમમાં 17 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

English summary
Heavy rain in whole Gujarat, See pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X