• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ ઉમરપાડા ૧૪ ઇંચ, ભરૂચમાં ૧ર ઇંચ

By Kumar Dushyant
|

ગાંધીનગર, 23 સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાત તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થિતી ગંભીર જવા પામી છે. વિરામ વિના વરસી રહેલા વરસાદના કારણે ભરૂચ જિલ્લામાંથી, 6,117 ભરૂચ શહેરમાંથી 606, ભરૂચ ગ્રામ્ય વિસ્તારમાંથી 1998, લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે.

બીજી તરફ ઉપરવાસમાં પાણીની આવક ચાલુ રહેતા ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી 33 ફૂટ સુધી પહોંચી ગઈ છે. જેને લઈને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે. ભરૂચ શહેરમાં પણ અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા છે. જેના પગલે ભરૂચમાં આજે પણ શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે. આ ઉપરાંત ડભોઇ,કરજણમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. વલસાડના મધુબન ડેમ વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસદાને પગલે દમણગંગા નદીમાં પાણી ભરાઇ ગયું છે તથા વડોદરાનું આજવા સરોવર પણ ભયજનક સપાટીએ છે. જેથી વડોદરા શહેરમાંથી 1,500 હજાર લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે.

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઇ રહ્યાં છે. વડોદરાનો દેવ ડેમ, નર્મદા જિલ્લાનો કરજણ ડેમ, સહિત કેટલાક ડેમ ઓવરફ્લો થઇ રહ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

રાજ્યમાં મેઘરાજાએ થોડોક વિરામ લીધા બાદ પુનઃ આગમન કરીને વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં નર્મદા જિલ્લાના સાગબારામાં ૩૬૧ મી.મી., સુરત જિલ્લાના ઉમરપાડામાં ૩પ૦ મી.મી. એટલે કે ૧૪ ઇંચથી વધુ, ભરૂચ જિલ્લાના ભરૂચમાં ૩૧૮ મી.મી., એટલે કે ૧ર ઇંચથી વધુ, છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં ર૦૦ મી.મી., ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં ર૦૧ મી.મી. એટલે કે ૮ ઇંચથી વધુ, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં ૧૯૦ મી.મી. અને સંખેડા તાલુકામાં ૧૮ર મી.મી. એટલે કે ૭ ઇંચથી વધુ અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ૧પ૦ મી.મી. એટલે કે ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ર૩-૯-ર૦૧૩ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમ્યાન ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ૧૩૦ મી.મી., સુરત જિલ્લાના માંગરોળમાં ૧૩૦ મી.મી., નર્મદા જિલ્લાના તિલકવાડામાં ૧૪૪ મી.મી. અને નાંદોદમાં ૧ર૮ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં પ ઇંચથી વધુ જયારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ૧૧પ મી.મી., નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ૧૧૧ મી.મી., તાપી જિલ્લાના સોનગઢમાં ૧૦૩ મી.મી., નિઝરમાં ૧૧ર મી.મી. અને ડાંગ જિલ્લાના ડાંગમાં ૧૦૬ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત ડભોઇ તાલુકામાં ૯૪ મી.મી., શિનોરમાં ૮૧ મી.મી., છોટાઉદેપુરમાં ૭૮ મી.મી., ઘોઘંબામાં ૯૦ મી.મી., બાલાસિનોરમાં ૮૧ મી.મી., હાંસોટમાં ૮૧ મી.મી., વાગરામાં ૮૯ મી.મી., વ્યારામાં ૭૪ મી.મી., મહુવા ૭પ મી.મી., માંડવીમાં ૮૬ મી.મી., વલસાડમાં ૯૮ મી.મી. અને ધરમપુરમાં ૮ર મી.મી. મળી કુલ ૧ર તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જયારે મોડાસા તાલુકામાં પ૭ મી.મી., ધોળકામાં પપ મી.મી., કપડવંજમાં ૪૯ મી.મી., મહેમદાવાદમાં પ૦ મી.મી., સોજીત્રામાં પપ મી.મી., તારાપુરમાં ૭ર મી.મી., હાલોલમાં પર મી.મી., ગોધરામાં પપ મી.મી., ધ્રાંગધ્રામાં પ૪ મી.મી., મૂળીમાં ૬૩ મી.મી. રાજકોટમાં ૪૯ મી.મી., ભાવનગરમાં ૬ર મી.મી., ઘોઘામાં પ૧ મી.મી., વાલીયામાં ૬ર મી.મી., વાલોડમાં પ૩ મી.મી., કામરેજમાં ૪૮ મી.મી., નવસારીમાં ૬૩ મી.મી., જલાલપોરમાં ૬૭ મી.મી., વાંસદામાં ૬૮ મી.મી., ગણદેવીમાં ૪૯ મી.મી., કપરાડામાં ૬૬ મી.મી. મળી કુલ ર૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ભચાઉ, કડી, હિંમતનગર, ખેડબ્રહ્મા, મેઘરજ, દહેગામ, કલોલ, સાણંદ, દેત્રોજ, દસક્રોઇ, મહુધા, ખેડા, ખંભાત, આંકલાવ, પેટલાદ, વડોદરા, કરજણ, વાઘોડિયા, શહેરા, વીરપુર, ફતેપુરા, ગરબાડા, દેવગઢ બારીયા, ઝાલોદ, લીમખેડા, લખતર, વઢવાણ, લીંબડી, સાયલા, ચુડા, કોટડા-સાંઘાણી, લોધીકા, રાજકોટ, પડધરી, મોરબી, ટંકારા, હળવદ, વાંકાનેર, લીલીયા, જાફરાબાદ, શિહોર, ઉમરાળા, બરવાળા, બોટાદ, ગઢડા, રાણપુર, જંબુસર, ચોર્યાસી, સુરત શહેર, બારડોલી અને ઓલપાડ મળી કુલ પ૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જયારે અન્ય ૩૦ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ પાણી પડયું હોવાના અહેવાલો છે.

સુરતમાં પૂરનું સંકટ

સુરતમાં પૂરનું સંકટ

સુરત શહેરમાં ફરી એકવાર પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. કારણ કે ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પગલે પાણીની આવક છ લાખને પાર કરી ગઇ છે, જેથી ઉકાઇનું રુલ લેવલ અને ડેન્જર લેવલ મેન્ટેઇન કરવાનુ હોવાથી મોડી રાત્રે 4.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે. જેને કારણે નિચાણવાળા વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળે તેવી સ્થિતિ છે. જેને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

વરસાદના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર

વરસાદના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર

દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક સુરત અને ભરૂચ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉકાઇ ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી સુરતમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉકાઇની સપાટી 343.08 પર પહોંચી છે અને ડેમના 22 દરવાજા ખોલી દેવામાં આવતા, સુરતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે શહેરની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

ભરૂચમાં ભારે વરસાદ

ભરૂચમાં ભારે વરસાદ

રવિવારે ભરૂચમાં ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે નોંધાયેલા આંકડા અનુસાર રાત્રીના આઠ વાગ્યા સુધી અહીં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભરૂચમાં નર્મદામાં છોડવામાં આવી રહેલા પાણીના પગલે નિચાણવાળા વિસ્તારો, કસક વિસ્તાર, પાંચબત્તી, સેવાઆશ્રમ રોડ, ડાંડિયા બજાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો સાંપડી રહ્યાં છે. તો ભરૂચ- દહેજ બાયપાસ રોડ પર આવેલા ત્રણ ચોકડી વિસ્તારમાં 25 જેટલી સોસાયટીમાં પાણી ભરાયા છે.

આઠ મકાનો ધરાશાઈ

આઠ મકાનો ધરાશાઈ

ભરૂચમાં ગોલ્ડન બ્રિજની જળસપાટી 20 ફૂટ પહોંચી ગઈ છે. નદીની ભયજનક જળસપાટી 24 ફૂટ છે. રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળ્યાં છે. જેને કારણે ટ્રેન એક કલાક મોડી કરવામાં આવી છે. શહેરમાં વરસાદને કારણે આઠ મકાનો ધરાશાઈ થઈ ગયા છે. જેમાં 3 લોકોને ઈજા પહોંચી છે.

અફવાઓથી દૂર રહેવાનો આદેશ

અફવાઓથી દૂર રહેવાનો આદેશ

વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવતાં શહેરના ફાયર બ્રિગેડ સહિત પાલિકાના કર્મચારીઓને સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યાં છે. અને ક્લેકટરે અફવાઓથી દૂર રહેવા જણાવ્યુ છે. અને સમગ્ર સ્થિતી કાબુમાં હોવાનું જણાવ્યું છે.

પૂર્ણા નદીમાં પૂર

પૂર્ણા નદીમાં પૂર

નવસારીની પૂર્ણા નદીમાં પૂરની પરિસ્થિતિના કારણે 17 ગામોને એલર્ટ કરાયાં.

છેલ્લા બે દિવસથી સતત વરસાદ

છેલ્લા બે દિવસથી સતત વરસાદ

ઉકાઈ ડેમના ઉપરવાસના વિસ્તારો જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં આવેલા છે, તે વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો રહ્યો હોવાના કારણે ઉકાઈ ડેમની સપાટી ૩૪૩. ૦૮ ફૂટ પર પહોચી ગઈ છે.

વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદ

વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદ

મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. વડોદરાનો દેવ ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે જિલ્લાના કવાંટ અને પાવી જેતપુરમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

તળાવ ફાટ્યું

તળાવ ફાટ્યું

વડોદરાના છોટાઉદેપુરનું કુસુમસાગર તળાવ ફાટ્યું છે. જેને કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાયાં છે.

નર્મદાકાંઠાના 5 ગામોને એલર્ટ

નર્મદાકાંઠાના 5 ગામોને એલર્ટ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નર્મદાકાંઠાના 5 ગામોને એલર્ટ, મેથી ગામે વરસાદી પાણી ફરી વળતાં 40 લોકોનું સ્થળાંતર.

યાત્રાધામ ચાંદોદના ત્રણેય ઘાટ પાણીમાં ગરકાવ

યાત્રાધામ ચાંદોદના ત્રણેય ઘાટ પાણીમાં ગરકાવ

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ નર્મદા નદીના કિનારે આવેલ છે જ્યાં ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે તથા નર્મદા નદીમાંથી છોડવામાં આવેલા પાણીના લીધે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જેના પગલે ત્રણેય ઘાટ પર પાણી ફરી વળ્યું છે. જેના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

વિરામ લીધા બાદ પુનઃ આગમન

વિરામ લીધા બાદ પુનઃ આગમન

રાજ્યમાં મેઘરાજાએ થોડોક વિરામ લીધા બાદ પુનઃ આગમન કરીને વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

સાગબારામાં ૧૪ ઇંચ, ભરૂચમાં ૧ર ઇંચ

સાગબારામાં ૧૪ ઇંચ, ભરૂચમાં ૧ર ઇંચ

ઉમરપાડા, સાગબારામાં ૧૪ ઇંચ, ભરૂચમાં ૧ર ઇંચ, કવાંટ, ઝઘડીયામાં ૮ ઇંચ, સંખેડા, જેતપુર પાવીમાં ૭ ઇંચ અને નસવાડીમાં ૬ ઇંચ વરસાદ

તંત્ર દ્વારા એલર્ટ જાહેર

તંત્ર દ્વારા એલર્ટ જાહેર

સુરત શહેરમાં ફરી એકવાર પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. કારણ કે ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પગલે પાણીની આવક છ લાખને પાર કરી ગઇ છે, જેથી ઉકાઇનું રુલ લેવલ અને ડેન્જર લેવલ મેન્ટેઇન કરવાનુ હોવાથી મોડી રાત્રે 4.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે. જેને કારણે નિચાણવાળા વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળે તેવી સ્થિતિ છે. જેને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

English summary
The low pressure over Madhya Pradesh and adjoining Gujarat will continue to influence southwest Madhya Pradesh, Gujarat and east Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more