સૌરાષ્ટ્રમાં વરસાદની હેલી : પાંચ ઇંચ ખાબક્યો, ત્રણના મોત

ગઇકાલે પોરબંદરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે કચ્છ અને વડોદરામાં ઝાપટાં પડ્યા હતા. દક્ષિણ ગુજરાતના ઉમરગામ, સેલવાસ તેમજ દાદરાનગર હવેલીમાં દોઢ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આની સાથે સાથે છથી વધુ સ્થળોએ વીજળી પડવાને કારણે ત્રણ લોકોના મોત થયા છે.
જામનગરના જામજોધપૂરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત જામ ખંભાળીયા અને લાલપૂરમાં સવા ઇંચ અને જામનગર, જોડીયા પંથક અને ભાણવડમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
કેરળમાં પહેલી જૂના રોજ વરસાદનું આગમન થઇ જવાના કારણે હમાન ખાતાએ એવી આગાહી કરી હતી કે આ વખતે મોનસૂન સમયસર આવ્યું છે અને તે મધ્ય ભારતમાં 15 જૂન સુધી પહોંચી જશે. પરંતુ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદ થવાના પગલે એવું લાગી રહ્યું છે કે વરસાદનું આગમન વહેલું થશે.












Click it and Unblock the Notifications
