ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ખેડૂતોમાં ખુશીની લાગણી

રાજ્યભરમાં વરસી રહેલા વરસાદ દરમિયાન અમદાવાદ ખાતે હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદઃ રાજ્યભરમાં વરસી રહેલા વરસાદ દરમિયાન અમદાવાદ ખાતે હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસે તેવી આગાહી કરી છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

rain

તમને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં દોલપુરકંપા અને દોલપુર ગામમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં અને રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી દીધી છે. દોલપુર પંથકમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ દર્શાવેલ આંકડા મુજબ સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 88 મિમી વરસ્યો.

હવામાન ખાતા દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં 88 મિમી અને માંગરોળમાં 78 મિમી, ભરુચમાં અંકલેશ્વરમાં 65 મિમી, હાંસોટમાં 60 મિમી, વાગ્રામાં 32 મિમી, ભરૂચ તાલુકામાં 22 મિમી વરસાદ નોંધાયો છે.મહીસાગરમાં લુણાવાડામાં 51 મિમી, વીરપુરમાં 41 મિમી, સંતરામપુરમાં 22 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. પાટણમાં ચાણસમામાં 37 મિમી, હારિજમાં 24 મિમી, સિદ્ધપુરમાં 24 મિમી વરસાદ જ્યારે આણંદના તારાપુરમાં 24 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદના ધોળકામાં 17 મિમી, તાપીના દોલવણમાં 15 મિમી, ખેડામાં મહેમદાવાદમાં 14 મિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X