છેલ્લા 24 કલાકમાં 19 જિલ્લામાં વરસાદ નોંધાયો
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. કુલ ૭૧ તાલુકાઓમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ગાંધીનગરમાં આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા રવિવારે સવારે ૬ વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ સક્રિય રહી છે.
સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૬.૧૮ ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ વલસાડના ઉમરગામમાં ૩.૬૬ ઇંચ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં ૩.૫૪ ઇંચ વરસાદ પડ્યો છે.

સુરત, વલસાડ, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ ૧ થી ૨ ઇંચ સુધીનો મધ્યમ વરસાદ વરસ્યો હતો. કુલ ૨૫ તાલુકાઓમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો, જે દર્શાવે છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદે માઝા મુકી છે.
નોંધનીય વરસાદ મેળવનાર તાલુકાઓમાં નવસારી (૬.૧૮), ઉમરગામ, વલસાડ (૩.૬૬), સુત્રાપાડા, ગીર સોમનાથ (૩.૫૪), ખેરગામ, નવસારી (૨.૮૭), જલાલપોર, નવસારી (૨.૭૨), કપરાડા, વલસાડ (૨.૩૬), પાટણ-વેરાવળ, ગીર સોમનાથ (૨.૩૨), ડાંગ-આહવા, ડાંગ (૨.૨૦) અને વલસાડ (૨.૨૦) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ચિખલી, નવસારી (૧.૯૭), કામરેજ, સુરત (૧.૯૭), સુરત શહેર (૧.૯૩), પારડી, વલસાડ (૧.૮૯), પલસાણા, સુરત (૧.૬૧), મહુવા, સુરત (૧.૫૭), વાઘાઈ, ડાંગ (૧.૪૬), માંડવી, સુરત (૧.૪૨), મહુવા, ભાવનગર (૧.૪૨), ડોલવણ, તાપી (૧.૩૮), વાલોડ, તાપી (૧.૩૮), ગણદેવી, નવસારી (૧.૩૦), વાંસદા, નવસારી (૧.૨૬), ધરમપુર, વલસાડ (૧.૨૨), વાપી, વલસાડ (૧.૧૮) અને બારડોલી, સુરત (૧.૧૮) માં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
જ્યારે ખેડાના ગલતેશ્વર (૦.૯૮), ગીર સોમનાથના ઉના (૦.૯૮) અને તાપીના વ્યારા (૦.૯૮) સહિત કુલ ૧૩ તાલુકાઓમાં ૦.૫૦ થી ૧ ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અમરેલી, ખેડા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ, દાહોદ અને પોરબંદર જેવા જિલ્લાના અન્ય કેટલાક તાલુકાઓમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, આ વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રિત હતો, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી અતિ હળવો વરસાદ જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
