Gujarat Weather: રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Weather News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી ,ગીરસોમનાથ, જૂનાગઢમાં સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી
Rain News: હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 14થી 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. 14થી 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વલસાડ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.
17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
ત્યારબાદ 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું પ્રમાણ વધુ વિસ્તૃત બનશે. આ બે દિવસ દરમિયાન ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, અને વલસાડમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, પંચમહાલ, અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
