Gujarat Weather: રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ભારે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ ગાંધીનગર, ખેડા, પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, મહીસાગરમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
7 સપ્ટેમ્બર 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા. 8 સપ્ટેમ્બર 2025ના રોજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.3 ઇંચ વરસાદ, બારડોલીમાં 5.31 ઇંચ, વાલોદમાં 4.84 ઇંચ વરસાદ, લુણાવાડામાં 4.45 ઇંચ, ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ, ગણદેવીમાં 4.09 ઇંચ, સોનગઢમાં 4.06 ઇંચ વરસાદ, કામરેજમાં 3.7 ઇંચ, પલસાણામાં 3.62 ઇંચ વરસાદ, કડાણામાં 3.5 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ, વ્યારામાં 3.46 ઇંચ, નડિયાદમાં 3.43 ઇંચ વરસાદ, સુરતમાં 3.07 ઇંચ, નવસારીમાં 3.03 ઇંચ વરસાદ, પાદરામાં 2.99 ઇંચ, ધરમપુરમાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો હોવાની વાત સામે આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 96 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 ડેમ હાઈએલર્ટ પર છે. રાજ્યના 82 ડેમ 100 ટકાથી વધુ જ્યારે 68 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે, ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 04 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
