Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Heeraben Modi Passes Away: પીએમ મોદીના પરિવારે લોકોને કરી અપીલ, પોતાનુ કામ ના રોકો, આ જ સાચી શ્રદ્ધાંજલિ

પીએમ મોદીના પરિવાર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ પોતાના કાર્યક્રમોને રદ ના કરે.

Heeraben Modi Passes Away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનુ આજે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં નિધન થઈ ગયુ. પીએમ મોદીએ અમદાવાદ પહોંચી તેમની માતાના પાર્થિવ દેહને કાંધ આપી. જો કે, પીએમ નરેન્દ્ર મોદીના આજના કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા નથી. હવે આ દરમિયાન પીએમ મોદીના પરિવાર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ પોતાના કાર્યક્રમોને રદ ના કરે.

pm modi

પીએમ મોદીના પરિવારે સહુને પોતાનુ કામ ના રોકવા માટે કરી અપીલ

સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદીના પરિવાર વતી લોકોને અપીલ કરવામાં આવી છે કે આ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવા માટે અમે તમારા બધાનો આભાર માનીએ છીએ, અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે મૃત આત્માને તમારી પ્રાર્થનામાં રાખો. તમારા અગાઉના નિર્ધારિત કાર્યક્રમોને ચાલુ રાખો. એ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ. તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને તેમની માતા વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ હતો, પીએમ મોદી ઘણીવાર તેમની માતાને મળવા ઘરે જતા હતા અને તેમની સાથે આત્મીય પળો વિતાવતા હતા.

વહેલી સવારે હાર્ટ આવવાની થયુ નિધન

તમને જણાવી દઈએ કે હીરાબેન મોદીને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ તેમને અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી બુધવારે માતાની ખબર પૂછવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. લગભગ દોઢ કલાક સુધી અહીં રોકાણ દરમિયાન પીએમ મોદીએ ડૉકટરો પાસેથી માતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. ગુરુવારે હૉસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે હીરાબેન મોદીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ આજે સવારે અચાનક હીરાબાને હાર્ટ એટેક આવ્યો અને તેમનુ અવસાન થયુ.

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યુ, 'ગૌરવપૂર્ણ સદીનુ ભગવાનના ચરણોમાં વિરામ. મામાં મે હંમેશા એક ત્રિમૂર્તિ અનુભવી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.' PMએ લખ્યુ, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X