For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી એક મહિનામાં કેટલી થઈ કમાણી

જાણો, સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી એક મહિનામાં કેટલી થઈ કમાણી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દુનિયાની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને જોવા માટે પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. તાજેતરમાં જ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોવા માટે હેલિકોપ્ટર રાઈડ લૉન્ચ કરવામાં આવી છે. જેને જોવા દરરોજ હજારો પર્યટકો આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની એક મહિનાની કમાણી જાણીને તમે ચોંકી જશો. મળેલી જાણકારી મુજબ આ ભવ્ય પ્રતિમાને જોવા માટે ટિકિટોના વેચાણથી 10 કરોડની કમાણી થઈ છે. 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ બાદ નવેમ્બરથી તેને પર્યટકો માટે ખોલી મૂકવામાં આવ્યું.

જાણો નવેમ્બર અને ડિસેમ્બરની કમાણી

જાણો નવેમ્બર અને ડિસેમ્બરની કમાણી

નવેમ્બરમાં 6 કરોડ અને ડિસેમ્બરમાં 19 નવેમ્બર સુધીમાં 3.09 કરોડ રૂપિયાની આવક થઈ છે. નિષ્ણાંતોનું માનીએ તો શરૂઆતમાં સરેરાશ આવક 6 કરોડ થવાનું અનુમાન છે પરંતુ આગામી દિવસોમાં પર્યટકોની સંખ્યામાં વુદ્ધિ કુલ આવકમાં વધારો કરી શકે છે. જો સરેરાશ આવકની વાત કરીએ તો સ્ટેચ્યૂ ઑફ યુનિટીની અંદાજીત સરેરાશ આવક 6 કરોડ પ્રતિ માસ થઈ શકે છે.

હેલિકોપ્ટરથી જોઈ શકાશે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો એરિયલ વ્યૂ

હેલિકોપ્ટરથી જોઈ શકાશે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો એરિયલ વ્યૂ

જણાવી દઈએ કે અંદાજીત 3 હજાર કરોડની લાગતથી તૈયાર થયેલ આ સ્ટેચ્યૂની સાળસંભાળ માટે 15 વર્ષનો ઠેકો આપવામાં આ્યો છે. વાર્ષિક ખર્ચો 50 કરોડ રૂપિયા છે. મુખ્ય સચિવ જેએન સિંહે કહ્યું કે મૂર્તિના એરિયલ વ્યૂને શરૂ કરનાર હેલિકોપ્ટર જૉય રેડને પણ સારી પ્રતિક્રિયા મળી રહી છે. મંગળવારે 40 હેલિકોપ્ટર પર રાઈડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાના ટ્રાયલ બાદ એપ્રિલથી ટેન્ડર સિસ્ટમ દ્વારા જૉય રાઈડ વ્યવસ્થાને સ્થાયી કરી દેવામાં આવશે.

હવે મળશે સી-પ્લેનની સુવિધા

હવે મળશે સી-પ્લેનની સુવિધા

કેન્દ્રીય પર્યટન મંત્રી, જે અલ્ફોંસે પર્યટનના વિકાસ માટે કેન્દ્રીય પર્યટન વિભાગ સાથે વિશેષ અનુદાનની ઘોષણા કરી છે. સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની વધતી લોકપ્રિયતાને જોતાં પર્યટન વિભાગના સચિવ જાનૂ દેવે ગુજરાત રાજ્યમાં ચાર પર્યટન સ્થળોની ઘોષણા કરી છે, જેમાં નર્મદા બાંધ, શતરુંજયા, ધરોઈ અને અમદાવાદ રિવરફ્રન્ટ પર સી-પ્લેનની સુવિધા સામેલ છે.

2013 બાદ પહેલી વાર પાકનું પ્રતિનિધિમંડળ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં શામેલ 2013 બાદ પહેલી વાર પાકનું પ્રતિનિધિમંડળ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં શામેલ

English summary
here is how much earning made by statue of unity project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X