પોલીસે નિર્દોષનું નામ ચાર્જશીટમાં નાખતા ગુજરાત હાઇકોર્ટ નારાજ, પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા આદેશ
હત્યા જેવા ગંભીર કેસમાં પોલીસ દ્વારા નિર્દેષનું નામ ચાર્જશીટમાં નાખી દેતા ગુજરાત હાઇકોર્ટ ભારે નારાજ થઇ હતી. અને તપાસ અધિકારીને તાત્કાલીક સસ્પેન્ડ કરવા કહ્યુ હતુ. આ કેમસાં આઇજી, એડવોકેટ જનરલ, વકિલને હાજર રેહવા માટે આદેશ આપ્યો હતો.

કચ્છના બચાઉમાં થેયલી હત્યામા પોલીસ દ્વારા નિર્દોષ વ્યક્તિનું નામ ચાર્જશીટમા નાખી દિધુ હતુ. જેથી તેણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કેસની હકિકત સાંભળીને કોર્ટે જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જો ઉચ્ચ પોલીસ અધિકારી તેનો બચાવ કરવા પ્રયાસ કરશે તો તેમની પાસેથી પણ જવાબ માગવામાં આવશે. કોર્ટમાં ફરિયાદી અને આરોપી બંને પક્ષ એક સરખુ નિવેદન આપવામાં આ્વ્યુ હતુ. કે અરજદાર આ કેસના ઓરપી નથી. છતા પોલીસે જબરદસ્તીથી તેનું નામ ચાર્જીશીટમાં નાખી દિધુ છે. તેની સામે હત્યાના ગુનો નોધ્યો ચે.
જસ્ટીસ નર્દર દેસાઇએ આ મામલે પોલીસની ઝટકણી કાઢતા જણાવ્યુ હતુ કે, જે વ્યક્તિ ભાગેડુ નથી તેને આરોપી તરીકે દર્શાવી દેવાની પોલીસની આ હરકત બિલકુલ માફીને પાત્ર નથી. આ પ્રકારના ગંભીર ગુનામાં કોઇ વ્યક્તિને સંડવી દેવી તે સામાન્ ઘટના નથી. તમે કોઇના જીવન સાથે રેવી રીતે રમી શકો?
પોલીસે નિર્દેષ માણસ સામે હત્યાનો ગુનો નોધી દિધો તે પહેલા તપાસ ન કરી પોલીસે સસ્પેન્ડ કરી દો પછી કઇ પણ રજુઆત કરજો. જો સસ્પેન્ડ નહી કરો તો તમારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જવાબદાર પોલીસવાળાને છાવરવાના કેસમાં હાઇકોર્ટ બોલાવશે. તમારા પોલીસ અધિકારીઓ હાઇકોર્ટ કરતા ઉચ્ચા છે. ? આટલુ બધુ ડહાપણશા માટે કરે છે નિર્દોષ માણસ પર હત્યાનો ગુનો નોધીને સાબિત શુ કરવા માગે છે.?












Click it and Unblock the Notifications
