માત્ર હાઇપ્રોફાઇલ બંગલોમાં જ ચોરી કરતો હાઇફાઇ ચોર ક્રાઇમબ્રાંચના હાથે ઝડપાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં હાઇપ્રોફાઇલ બંગલોને ટારગેટ કરીને માત્ર રોકડ, સોનાના અને ડાયમંડના જ દાગીનાની ચોરી કરતા એક ચોરને ઝડપીને મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાંચના એડીશનલ ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ગત 21મી ફેબ્રુઆરીએ થલતેજમાં આવેલા આસોપાલવ બંગલોમાં લાખોની મતાની ચોરી થઇ હતી. ત્યારબાદ આ તપાસમાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમબ્રાંચ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી.

High Profile theif

જેમાં પોલીસને ઇકો કારના સીસીટીવી મળ્યા હતા અને એક શંકાસ્પદ વ્યક્તિ પણ દેખાઇ આવી હતી. જેને આઘારે કારનો નંબર મેળવીને પોલીસે તપાસ કરતા જમાલપુર પાસેથી સુરેશ મકવાણા રહે. વેજલપુર કારમાંથી મળી આવ્યો હતો. તેની પાસે તપાસ કરતા પોલીસને 3750 .યુએસ ડોલર, રૂપિયા 12 લાખની કિંમતના સોનાના અને ડાયમંડના દાગીના મળી આવ્યા હતા. જેના આધારે સુરેશની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે છ ગુના કબુલ્યા હતા જેમાં તેણે સોલા, થલતેજ, વસ્ત્રાપુર અને આનંદનગર વિસ્તારમાં આવેલા બંગલોઝમાંથી કુલ રૂપિયા 50લાખની કિંમતના મુદામાલની ચોરી કરી હતી. આ ચોરની ખાસિયત એ હતી કે તે ચોરી કરવા માટે ઇકો કાર લઇને જતો હતો અને માત્ર સોનાના અને ડાયમંડના દાગીના તેમજ રોકડની જ ચોરી કરતો હતો અને ચાંદીના હાથ પણ લગાડતો નહોતો. જ્યારે ચોરીના દાગીનાને પ્રકાશ સોનીને આપતો અને તે સોનાના દાગીના ગાળી લગડી બનાવી આપતો હતો.

વધારે તપાસમાં પોલીસને એવી પણ વિગતો જાણવા મળી હતી કે તેણે તેના પુત્રને લગ્નમાં રૂપિયા આઠ લાખની કિંમતની આઇ 20 કાર ભેટ આપી હતી. જે ચોરીના નાણાંથી ખરીદી કરી હતી. પોલીસે ઇકો કાર સાથે આઇ 20 કાર પણ જપ્ત કરી હતી.

સુરેશ તેના પાતળા બાંધાનો ઉપયોગ કરીને ઓછામાં ઓછી જગ્યામાંથી બંગલોમાં ઘુસી જતો હતો અને કોઇપણ પ્રકારની તિજોરીને તે આસાનીથી તોડીને ગણતરીને મિનિટોમાં મુદામાલ ચોરીને ફરાર થઇ જતો હતો. છ પૈકી ત્રણ બંગલો તો એવા હતા કે જ્યાં ઉપરના માળે પરિવારના સભ્યો સુતા હતા તો પણ આસાનીથી ચોરી કરી હતી. પોલીસ માની રહી છે કે સુરેશની પુછપરછમાં વધુચોંકાવનારા ખુલાસા થઇ શકે તેમ છે અને હાલ તેને વધુ પુછપરછ માટે સોલા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

English summary
High Profile theif caught by crime branch

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.