For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાંતિ પૂર્વક યોજાયેલી રથયાત્રાની સમિક્ષા બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડીબ્રિફિંગ બેઠક યોજી

ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા શાંતિપૂર્ણ મહોલમાં સંપન્ન થતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓથી લઇને કોસ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓ સાથે ડીબ્રિફિંગ બેઠક કરી હતી. આ બેઠકમાં 4 કલાક કરતા વધારે લાંભી ચાલેલી આ બેઠ

|
Google Oneindia Gujarati News

ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા શાંતિપૂર્ણ મહોલમાં સંપન્ન થતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓથી લઇને કોસ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓ સાથે ડીબ્રિફિંગ બેઠક કરી હતી. આ બેઠકમાં 4 કલાક કરતા વધારે લાંભી ચાલેલી આ બેઠકમાં પોલીસ તંત્રને પ્રોત્સાહિત કરવાને લગતી બાબતોને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

HARSH SANGHVI

યુધ્ધ્માં જ્યારે સેના દ્વારા કોઈ મિશન પુરુ કરવામાં આવે છે ત્યાર બાદ ડીબ્રિફિંગ બેઠક યોજવામાં આવે છે. જેમાં મિશન દરમ્યાન થયેલ સારા-ખરાબ અનુભવો વિષે, આવેલી મુશ્કેલીઓ વિષે અને ભવિષ્યમાં આ પ્રકરના મિશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિષે ખુલીને ચર્ચા કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં યોજાયેલ અષાઢી બીજની ભગવાન ભગન્નાથજીની રથયાત્રા કોઈ યુધ્ધ મિશન કરતા સહેજ પણ સરળ નથી હોતી. શ્રેષ્ઠ આયોજન, આધુનિક ઉપકરણો દ્વારા સમગ્ર રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તથા અન્ય ટુકડીઓના જવાનોની અથાક મહેનતના પરિણામે શાંતિ પૂર્વક આ રથયાત્રા પરિપુર્ણ થવા બદલ તમામ સુરક્ષા એજન્સીઓને પ્રોત્સાહિત કરવા અને સમગ્ર વ્યવસ્થાની સમિક્ષા કરવા ડીબ્રિફિંગ બેઠક પોલીસ કક્મિશ્નર અમદાવાદ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જગન્નાથ હોલ ખાતે યોજાઈ હતી.

રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ આ રથયાત્રામાં ભાવપૂર્વક જોડાતા હોય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અમદાવાદની આસ્થાનું પ્રતિક એવી જગન્નાથ યાત્રા સુખ અને શાંતિથી તેમજ કોમી એખલાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી. યાત્રા પુર્વે અમદાવાદ પોલીસ દ્વારા માત્ર સુરક્ષા વ્યવસ્થા જ નહી પરંતુ વિવિધ ધર્મના આગેવાનો સાથે અગ્રીમ બેઠકો યોજી આ રથયાત્રાને કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનાવી આપી હતી. સુરક્ષા તેમજ વ્યવસ્થાની બાબતમાં મેનેજમેન્ટ એજન્સીઓ માટે કેસ સ્ટડી બની શકે તેવું આયોજન થયું હતું.

સફળતા પૂર્વક રથયાત્રાના આયોજન બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અદ્યક્ષતામાં ડીબ્રિફિંગ બેઠક જગન્નાથ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં હર્ષ સંઘવી એ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમનું મનોબળ વધાર્યું હતું. પોલીસ કર્મીઓને પણ આ યાત્રાની વ્યવસ્થા દરમ્યાન થયેલ સારા ખરબ અનુભવોની પણ વાત થઈ હતી. આ દરમ્યાન ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે નાની નાની મુશ્કેલીઓનું કુનેહ પૂર્વક સમાધાન કરીને જ મોટા પડાવો પાર કરી શકાય છે. પોલીસ દ્વારા થયેલા કોમી એખલાસ જાળવવાના પ્રાયસોને પણ શ્રી સંઘવી એ બિરદાવ્યા હતા. આ રીતે અનેક રાતોના ઉજાગરા, માઈક્રો પ્લાનીંગ અને ટોપ ટુ બોટમ મેનેજ્મેન્ટના સુંદર અને અદ્વિતીય સંકલન દ્વારા રથયાત્રાના આયોજનને સફળ બનાવી શકાયું હતું તેવું આ બેઠક દ્વારા ફલિત થયું હતું. લગભગ ૪:૩૦ કલાક ચાલેલી

આ બેઠક દરમ્યાન પોલીસ કમિશ્નર, ગૃહમંત્રી અને તમામ કર્મચારીઓ એ પોતાના અનુભવો અને વિચારોનું આદન પ્રદાન કર્યું હતું તેમજ આગામી આવા આયોજનો માટે વધુ સારી રીતે કેવું પ્લાનીંગ કરી શકાય તે વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.

English summary
Home Minister Harsh Sanghvi holds debriefing meeting on review of peaceful rath yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X