For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડા મોટર્સ વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ અમદાવાદમાં શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ઓગસ્ટ : જાપાનની અગ્રણી ઓટોમોબાઇલ કંપની હોન્ડા મોટર્સ દુનિયાનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ ગુજરાતના અમદાવાદ શહેર પાસે સ્થાપવાની છે. આ પ્લાન્ટમાં દર વર્ષે 12 લાખ સ્કૂટર બનશે. આ સાથે હોન્ડા મોટર્સ ભારતીય ટુ વ્હીલર માર્કેટ અથવા તો સ્કૂટર માર્કેટમાં પ્રથમ સ્થાન મેળવવા પ્રયાસ કરશે. આ અહેવાલ એક અંગ્રેજી બિઝનેસ ન્યુઝ પેપરે આપ્યો છે.

આ અહેવાલ અનુસાર ભારતમાં યુનિસેક્સ સ્કુટર મોડેલ્સમાં લોકોનો રસ વધ્યો છે. આ કારણે યુનિસેક્સ સ્કુટર્સની માંગ પણ વધી છે. આવા દ્વીચક્રી વાહનો મહિલાઓ અને પુરુષો બંને ચલાવી શકે છે. તાજેતરના વર્ષોમાં સ્કૂટર્સના વેચાણમાં ઘટાડા બાદ હવે ફરીથી સ્કૂટર્સના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.

honda-activa

ભારતમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં ટુવ્હીલરના આંકડા જોઇએ તો સ્કૂટર્સના વેચાણમાં 29 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતમાં હાલની સ્થિતિ એવી છે કે સારા સ્કૂટર્સના પુરવઠા કરતા માંગ વધારે છે. આ કારણે જ હોન્ડાએ અમદાવાદમાં પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

વર્તમાન સમયમાં કંપનીએ પોતાનું ઉત્પાદન વધારી દીધું છે. આમ છતાં તેના સ્કૂટર્સની માંગ વધી રહી છે. હોન્ડાનું ટુ વ્હીલર એક્ટિવા હજી પણ વેઇટિંગમાં છે. મહત્વની બાબત એ છે કે આ પ્લાન્ટ સ્થપાવાને કારણે અંદાજે 3,000 લોકોને રોજગારી મળશે.

ગુજરાતમાં પ્લાન્ટ શરૂ થયા બાદ કંપનીની વાર્ષિક ઉત્પાદકતા 58 લાખ સ્કૂટર સુધી પહોંચી જશે. વર્તમાન સમયમાં તેની પાસે સ્કૂટરની પાંચ બ્રાન્ડ છે. તેને આશા છે કે આ પ્લાન્ટ શરૂ કરવાથી ભારતમાં ટુ વ્હીલર ઓટોમોબાઇલ સેક્ટરમાં તે પ્રથમ સ્થાન મેળવી શકશે.

English summary
Honda Motors to set p worlds largest scooter plant in Ahmedabad, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X