હાઉડી ટ્રંપ ઇન અમદાવાદઃ 23 ફેબ્રુઆરીએ ટ્રંપ-મોદી એક મંચ પર હશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી રહ્યા છે. તેમના સ્વાગતમાં અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમાચારની પુષ્ટી કરી છે. 23 ફેબ્રુઆરીના રોજ તેઓ અમદાવાદના મોટેરા ખાતે હાઉડી મોદીના તર્જ પર એક કાર્યક્રમમાં સહભાગી બનશે. આ અવસરે વડાપ્રધાન મોદી પણ તેમના સાથે હશે. હાઉડી મોદીની માફક જ આ ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે.
સાબરમતી તટ પર પણ જશે ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે છે. ત્યારે, તેઓ સાબરમતી તટ પર પણ જવાના છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ફેબ્રુઆરીમાં ગુજરાત આવશે ત્યારે તેઓ પણ નદીના તટ પર જવાના છે. આ મહીનાની શરૂઆતમાં સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય અને અમેરિકાના અધિકારી ટ્રમ્પની આ યાત્રાને અંતિમ સ્વરૂપ આપવા ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ટ્રમ્પની બે દિવસીય યાત્રા 24 અને 26 ફેબ્રુઆરીની વચ્ચે રહી શકે છે.
ટ્રમ્પનું આગમન ગુજરાતમાં જ કેમ...?
આવતા વર્ષે અમેરિકામાં ચુંટણી થવાની છે. અમેરિકામાં ભારતીય મતદારોની સંખ્યા વધારે અને નિર્ણાયક છે અને આ મતદારોમાં ગુજરાતના મતદારોની સંખ્યા અધીક છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના માધ્યમથી તેમના મતદારોને સંદેશ આપશે. તે સિવાય દિલ્લીમાં NRC ને લઇ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે તેને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ ગુજરાતમાં કરવામાં આવશે.
આ પણ વાંચોઃ VIDEO: આવો અકસ્માત નહિ જોયો હોય ક્યારેય, કારે હવામાં પલટી ખાધી