For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ હોસ્પિટલની મોટી લાપરવાહી, કોરોના સંક્રમિત દર્દીને જ રજા આપી દીધી

અમદાવાદઃ હોસ્પિટલની મોટી લાપરવાહી, કોરોના સંક્રમિત દર્દીને જ રજા આપી દીધી

|
Google Oneindia Gujarati News

અમદાવાદના Covid 19 SVP Hospital તંત્ર દ્વારા મોટી લાપરવાહી કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. ગોટાળો ત્યારે થયો જ્યારે દર્દીના નેગેટિવ રિપોર્ટના આધારે હોસ્પિટલેથી એ નામના જ કોરોના સંક્રમિત શખ્સને રજા આપી દેવામાં આવી હતી. શનિવારે અધિકારીઓ દ્વારા આ જાણખારી આપવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલ હસ્પિટલના પ્રશાસને શનિવારે આ ભૂલ સ્વીકારી અને માફીનાનમું જાહેર કર્યું. હોસ્પિટલ પ્રશાસને કહ્યું કે આ હ્યૂમન એરર હતી જે તરત સુધારી લેવામાં આવી તથા હોસ્પિટલેથી રજા આપવામા ંઆવેલ વ્યક્તિને ગણતરીના કલાકમાં જ ફરી હોસ્પિટલે લાવી દાખલ કરી દેવામાં આવ્યો છે.

એક જ નામના બે શખ્સના રિપોર્ટ આવ્યા

એક જ નામના બે શખ્સના રિપોર્ટ આવ્યા

હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે, ગુરુવારે હોસ્પિટલને પાંચ કલાકના અંતરાલમાં એક જ નામના બે દર્દીના નમૂનાના રિપોર્ટ મળ્યા. હોસ્પિટલને બે વાગ્યે જે પહેલો રિપોર્ટ મળ્યો તે નેગેટિવ હતો, તેના આધારે જ આ બેમાંથી એકને રજા આપી દેવામાં આવી.

ભૂલથી દર્દીને જ રજા આપી દીધી

ભૂલથી દર્દીને જ રજા આપી દીધી

હોસ્પિટલનું કહેવું છે કે એ નામના જ બીજા શખ્સના રિપોર્ટ સાંજે સાત વાગ્યે મળ્યા અને તેમાં સંક્રમણ હવાનું માલૂમ પડ્યું હતું. બીજો રિપોર્ટ મળ્યા બાદ જ અહેસાસ થયો કે બપોરે જે દર્દીને હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી તેમાં જ કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

હોસ્પિટલ તંત્રએ માફી માંગી

હોસ્પિટલ તંત્રએ માફી માંગી

હોસ્પિટલ તંત્ર તરફથી કહેવામાં આવ્યું કે માનવીય ભૂલ વિશે માલૂમ પડતાં જ હોસ્પિટલેથી જે દર્દીને રજા આપી દેવામાં આવી હતી તેને સૂચિત કરવામાં આવ્યો અને તેને તરત જ હોસ્પિટલે લાવવા માટે એમ્બ્યુલન્સ મોકલી આપવામાં આવી. નિવેદન મુજબ હોસ્પિટલ મેનેજમેન્ટે સખ્ત શબ્દોમાં મેડિકલ ટીમને આવા મામલાઓમાં વિશેષ સાવધાની વરતવાના નિર્દેશ આપ્યા છે. હોસ્પિટલે એમ પણ કહ્યું કે તેમને ત્યાં અત્યાર સુધી કોવિડ 19ના 4131 દર્દીનો ઈલાજ થયો છે. શનિવારે સવાર સુધઈ અમદાવાદમાં કોવિડ 19ના 9577 મામલા સામે આવ્યા હતા. જેમાંથી 638 દર્દીના મોત થઈ ગયા. હાલ 5190 દર્દીનો વિવિધ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

ગુજરાતમાં કોરોના હોસ્પિટલ પર સવાલ ઉઠ્યા, મૃત દર્દીઓના ઘરેણા-કપડાં ચોરી થવાનો આરોપગુજરાતમાં કોરોના હોસ્પિટલ પર સવાલ ઉઠ્યા, મૃત દર્દીઓના ઘરેણા-કપડાં ચોરી થવાનો આરોપ

English summary
huge mistake by SVP hospital, covid 19 infected patient was discharge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X