વીડિયોમાં જુઓ કેવી રીતે અમદાવાદના પતિએ પત્નીને કાર નીચે કચડી
અમદાવાદમાં ઉજાલા કાર્યક્રમના આર્કિટેકટ હેમરાજભાઈ કામદારે તેમની પત્નીને ગાડીથી કચડવાનો પ્રય્તન કર્યો હતો. હેમરાજભાઇએ તેમનાથી 20 વર્ષ નાના કેયૂરીબહેન સાથે 9 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. પરંતુ બંનેની ઉમરમાં અંતર બહુ જ વધારે હોવાથી હેમરાજભાઇ કેયૂરીબહેનના ચારિત્ર્ય ઉપર હંમેશા શંકા કરતા હતા.
વાસણા ચંદ્રનગર પાસે આવેલી પનામા સોસાયટીમાં રહેતા 51 વર્ષના હેમરાજભાઇ કામદારના આ બીજા લગ્ન છે. શુક્રવારે સવારે 10 વાગ્યે હેમરાજભાઇ ગાડી લઇને ગાંધીનગર જવા માટે નીકળ્યા ત્યારે કેયૂરીબહેન પોતાનું લેપટોપ પાછું લેવા ગાડી પાસે ગયા ત્યારે હેમરાજભાઇએ તેમની પર ગાડી ચલાવી દેતા ગાડીનું આગળનું વ્હીલ કેયૂરીબહેનના જમણા પગ પરથી ફરી વળ્યું હતું. જે બાદ તે ગાડીને રિવર્સ લઈને તેમને ટક્કર મારીને ભાગી ગયા હતા.

જો કે કેયૂરીબેને બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા હતા અને 108 બોલાવીને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અને પોલિસ દ્વારા કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જે બાદ વેજલપુર પોલીસે ફરાર થઈ ગયેલા હેમરાજભાઈને ઝડપી લઈ જેલ ભેગા કર્યા હતા અને ગાડીનો હવાલો પણ લીધો હતો. વધુમાં સોસાયટીના સીસીટીવી કેમેરામાં આ બધી વાત છતી થઇ હતી.
ત્યારે કેવી રીતે હેમરાજભાઇએ કેયૂરીબેનને પોતાની ગાડીથી મારવાનો પ્રયાસ કર્યો હતો તે વિષે વધુ જાણો નીચેના આ વીડિયોમાં....












Click it and Unblock the Notifications
