ફોનમાં વઢ્યો પતિ, તો પત્નીએ બે બાળકી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું
કડી તાલુકાના જલોદ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની દ્વારા મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી કંટાળીને પતિએ તેને ઠપકો આપ્યો હતો, જે બાદ પત્નીએ તેની બે પુત્રીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
મહેસાણા : કડી તાલુકાના જાલોદ ગામમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. પત્નીને વધુ પડતા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાને કારણે પતિએ તેને ઠપકો આપ્યો હતો. જે વાતનું લાગી આવતા પત્નીએ બે દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું.

ધ્યાન ઘરના કામમાં ઓછું અને મોબાઈલ પર વધુ હતું
શંભુજી ઠાકોર કડી તાલુકાના રહેવાસી છે. તેઓના લગ્ન દસ વર્ષ પહેલા સાણંદ તાલુકાના ગરોડિયા ખાતે થયા હતા. તેની પત્ની રસોઈ અને ઘરકામમાં ઓછું ધ્યાન આપતી અને મોબાઈલ ફોન પર વધુ ધ્યાન આપતી હતી, તેથી પતિએ કંટાળીને તેને ઠપકો આપ્યો હતો.
પતિ કામ પર ગયો ત્યારે કરી આત્મહત્યા
ઠપકો આપ્યા બાદ શંભુજી કામકાજ પર ગયા અને ઘરે આવ્યો, ત્યારે જોયું કે તેમની પત્ની અને પુત્રીઓ ઘરે નથી. આસપાસ શોધખોળ કરી પણ મળી ન હતી. અંતે એક સંબંધીએ ફોન કરીને જણાવ્યું કે, નર્મદા કેનાલમાં પત્ની અને પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા છે. જે બાદ તેઓ નર્મદા કેનાલમાં પહોંચ્યા અને પત્ની અને બાળકોના મૃતદેહ જોઈને રડી પડ્યા હતા.
પોલીસે તપાસ કરી
આ બનાવની જાણ થતા કડી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
