For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને નાના કામ નથી આવડતાં, રાફેલ આવી ગયું હોત તો એકેય આતંકી ન બચતઃ મોદી

રાફેલ આવી ગયું હોત તો એકેય આતંકી ન બચતઃ મોદી

|
Google Oneindia Gujarati News

જામનગરઃ પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે જામનગરમાં જનસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે કેટલાક લોકો પાકિસ્તાનમાં વાયુસેનાની એરસ્ટ્રાઈક પર સવાલ ઉઠાવી રહ્યા છે. થોડો દિમાગ લગાવો, જો રાફેલ સમયસર આવી ગયું હોત તો પરિણામ કંઈક અલગ જ હોત. ના આપણું કોઈ વિમાન ક્રેશ થાત, ના તો તેમનું કોઈ બચત. મોદીએ કહ્યું કે આતંકવાદના મૂળિયાં પાડેશી દેશમાં છે. શું આપણે તેમનો ઈલાજ ન કરી શકીએ? દેશને નુકસાન પહોંચાડનાર વિરુદ્ધ અમે ચુપ નહિ બેસીએ.

modi

મોદીએ કહ્યું કે "તમને ખબર છે કે મને નાના કામ સારાં નથી લાગતાં, હંમેશા મોટું કરવાનું જ વિચારું છું. પાછલા દિવસોમાં જે થયું તેને તમે મેહસૂસ કર્યું છે. અમારું લક્ષ્ય આતંકવાદને ખતમ કરવાનું અને વિપક્ષે મને હટાવવાનો છે." આ દરમિયાન પીએમે કોચીને કરાચી બોલી દીધું, પછી તેમણે કહ્યું કે અત્યારે મારા દિમાગમાં આ જ ચાલી રહ્યું છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલા બાદ વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. જેમાં 300થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ખેડૂતોને કોંગ્રેસ મૂર્ખ બનાવી રહી છે

મોદીએ કહ્યું કે હંમેશા ચૂંટણીના સમયે કોંગ્રેસને ખેડૂતોની યાદ આવે છે અને તેઓ તેમના વ્યાજમાફીની ઘોષણા કરે છે. આવી રીતે તેઓ તમામને બેવકૂફ બનાવે છે. હું જે કંઈપણ કામ કરું, તે સમજી-વિચારીને કરું છું, તેને ચૂંટણી સાથે જોડી દેવું ખોટું નથી. દરેક રાજ્યમાં 12 મહિને ચૂંટણી થતી રહે છે. ગુજરાતથી ગયા બાદ મારી ટીમે નિયત સમય પર બધાં કાર્ય પૂર્ણ કર્યાં છે.

નર્મદાનું પાણી પારસ છે

મોદીએ લોકોને પાણી બચાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે પહેલા ગુજરાતમાં પાણી નહોતું, માટે કચ્છ ખાલી હતું. મેં સૌથી પહેલા પાણી પરેશાનીને દૂર કરી. નર્મદાનું પાણી, પાણી નહિ પારસ છે. જ્યારે આ પાણી ધરતીને સ્પર્શ કરે છે, તો હરિયાળી છવાઈ જાય છે.

56 ઈંચના છાતી વાળા પીએમનું સ્વાગતઃ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 56 ઈંચની છાતી વાળા ીએમ મોદીએ આતંકવાદીઓના ખાત્માનો સંકલ્પ લીધો છે. પુલવામામાં જવાનોની શહાદત બેકાર ન જાય તે માટે તેમણે આવું કામ કર્યું છે. બીજી સર્જિકલ સ્ટ્રાઈકથી વિરોધીઓની હવા નીકળી ગઈ છે. જે અસંભવને સંભવ કરી દીધું, તે મોદી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં મોદી, શુ કોંગ્રેસને સેના પર પણ વિશ્વાસ નથી

English summary
i always thing big says modi at jamnagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X