For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું અહીં એકતા નગરમાં છુ પરંતુ મારુ મન મોરબીના પીડિતો પાસે છેઃ પીએમ મોદી

ગુજરાતમાં મોરબીના મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાના કારણે બનેલી દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે હું અહીં એકતા નગરમાં છુ પરંતુ મારુ મન મોરબીના પીડિતો સાથે છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં મોરબીના મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાના કારણે બનેલી દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે હું અહીં એકતા નગરમાં છુ પરંતુ મારુ મન મોરબીના પીડિતો સાથે છે. દૂર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ. સરકાર દરેક રીતે પીડિત પરિવારો સાથે છે. ગુજરાત સરકાર કાલ સાંજથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાત સરકારને દરેક શક્ય મદદ આપવામાં રહી છે. એનડીઆરએફ અને સેના તૈનાત છે.

pm modi

ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે લોકોને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુ:ખની આ ઘડીમાં એક થવા અને આપણી ફરજના માર્ગ પર રહેવાની સંવેદના આપી રહ્યો છે. હૉસ્પિટલમાં સતત સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચી ગયા હતા. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી આવવા દેવામાં આવશે નહિ. પીએમે કહ્યુ કે, એનડીઆરએફ, આર્મી અને એરફોર્સ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. લોકોની મુશ્કેલી ઓછી થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોરબી શહેરમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ પુલ પર 500 લોકો હતા. અમદાવાદથી 300 કિમી દૂર આવેલા 150 વર્ષ જૂના પુલ પર ઘણા લોકો છઠ પૂજા કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મોત થયા છે.

English summary
I am here in Ekta Nagar but my heart is with Morbi victims: PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X