For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્પેશ ઠાકુરે જણાવ્યુ બે દિવસમાં કેમ પલટ્યો ભાજપમાં જવાનો નિર્ણય

ગુજરાત કોંગ્રેસના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત કોંગ્રેસના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ છે કે 'હું સત્તા વિના રહી શકુ છુ પરંતુ સમ્માન વિના ન રહી શકુ. હવે હું ભાજપમાં શામેલ થવા નથી ઈચ્છતો.'

‘ઈચ્છતો હતો કે ભાજપમાં મંત્રી પરંતુ હવે હું કોંગ્રેસમાં જ રહીશ'

‘ઈચ્છતો હતો કે ભાજપમાં મંત્રી પરંતુ હવે હું કોંગ્રેસમાં જ રહીશ'

ત્યારબાદ અલ્પેશે કહ્યુ, ‘ગરીબો અને સમાજ માટે સરકારમાં મંત્રી બનવુ જરૂરી હોય છે. મે નક્કી કર્ય્ હતુ કે હું ભાજપમાં જઈશ અને મંત્રી બનીશ પરંતુ છેલ્લા બે દિવસમાં મને લાગ્યુ કે મારે મારા પક્ષ સાથે રહેવુ જોઈએ.'

તે કે તેમના પત્ની લોકસભા ચૂંટણી નહિ લડે

તે કે તેમના પત્ની લોકસભા ચૂંટણી નહિ લડે

મીડિયા સાથે વાતચીતમાં અલ્પેશ ઠાકોરે પોતાના વિશે વધુ એક મોટો ખુલાસો કર્યો. તેમણે સ્પષ્ટ કર્યુ કે તે કે તેમના પત્ની લોકસભા ચૂંટણી નહિ લડે. તેમણે કહ્યુ કે, ‘મને કોંગ્રેસના નેતૃત્વથી ઘૃણા છે અને હું આનાથી ઈનકાર નથી કરી શકતો. સત્તામાં આવવુ બધાને પસંદ હોય છે પરંતુ લૂટીને સત્તા મેળવવી મારા લોહીમાં નથી. હું સરકારમાં જોડાઈને કંઈ પણ ખરાબ કરવા નથી ઈચ્છતો.'

‘હું મારો અવાજ વિપક્ષમાં રહીને રજૂ કરીશ'

‘હું મારો અવાજ વિપક્ષમાં રહીને રજૂ કરીશ'

‘અમારા સમાજે ઘણો સંઘર્ષ કર્યો છે અને દોસ્તોએ અનુભવ્યુ કે હું મંત્રી બની જઉ પરંતુ હું તેમની ભાવનાઓને સમજુ છુ. મારી પત્ની મારુ ઘર સંભાળે છે એટલા માટે તે રાજકારણમાં નહિ આવે. મને લાગે છે કે જ્યાં સમ્માન છે ત્યાં રહેવાની બહેતર જગ્યા છે. મારી સાથે જોડાયેલા ગરીબ લોકો છે જેમની પાસે ભોજન નથી, રહેવા માટે ઘર નથી. તેમની પાસે નોકરી નથી તેમછતાં પણ હું મારો અવાજ વિપક્ષમાં રહીને રજૂ કરીશ.'

‘તો છ મહિના પહેલા ભાજપને સ્વીકારી લેતો'

‘તો છ મહિના પહેલા ભાજપને સ્વીકારી લેતો'

તેમણે કહ્યુ, ‘અમે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે. આજે પણ મારી પાસે તાકાત નથી પરંતુ અમે લોકો માટે લડીશુ. હું કોંગ્રેસ પાર્ટી સાથે રહીશ અને માત્ર કોંગ્રેસનું સમર્થન કરીશ. કોઈ મને કહી ન શકે કે હું રૂપિયા લઈને વેચાઈ ગયો છુ. કોંગ્રેસમાં મારી નારાજગી દૂર થઈ ગઈ છે. જો મને લાલચ હોત તો હું છ મહિના પહેલા ભાજપમાં જોડાઈ જતો. મને કોંગ્રેસ સાથે હવે કોઈ નારાજગી નથી.'

આ પણ વાંચોઃ રાફેલ વિશે ચિદમ્બરમનો સરકાર પર કટાક્ષઃ 'લાગે છે ચોરે પાછા આપી દીધા દસ્તાવેજ'આ પણ વાંચોઃ રાફેલ વિશે ચિદમ્બરમનો સરકાર પર કટાક્ષઃ 'લાગે છે ચોરે પાછા આપી દીધા દસ્તાવેજ'

English summary
I don't want join bjp and can't leave congress: alpesh thakor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X